લખનૌ-કાનપુર સહિત યુપીમાં ૧૭ સ્થળે આઈટીના દરોડા
(એજન્સી)લખનૌ, દિલ્હી, એનસીઆર, કાનપુર, લખનૌ, કોલકાતા સહિત ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં જ્વેલર્સ/બુલિયન વેપારીઓના ઠેકાણા પર આવકવેરાના દરોડા ચાલુ છે. કાનપુરમાં રાધા મોહન પુરષોત્તમ દાસ જ્વેલર અને એમેરાલ્ડ ગાર્ડન હાઉસિંગ સોસાયટીના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલાના ૧૭ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
કાનપુર લખનૌમાં ૧૭ સ્થળોએ આવકવેરા વિભાગની ટીમો સવારથી કરચોરીના દસ્તાવેજાેની તપાસ કરી રહી છે. ઈન્કમટેક્સ વિભાગે ગુરુવારે સવારે બુલિયન વેપારી ભાઈઓના રહેઠાણ પર દરોડા પાડ્યા હતા.
જેમાં એક ભાઈની દુકાન ચોક સરાફામાં છે તો બીજા ભાઈનો શોરૂમ બિરહાના રોડ પર છે. બંનેના સિવિલ લાઈન્સમાં અલગ-અલગ રહેઠાણ છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ ગુરુવારે સવારે તેમના ઠેકાણા પર એક સાથે કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કાનપુર ઉપરાંત લખનૌ, દિલ્હી અને કોલકાતામાં તેમના શોરૂમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
પહેલા બંને ભાઈઓ ચોકમાં સાથે ધંધો કરતા હતા પરંતુ બાદમાં મોટા ભાઈએ બિરહાના રોડમાં પોતાનો ધંધો અલગ કરી દીધો હતો. આ બંને ઉદ્યોગપતિઓ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ચોકમાં બિઝનેસ કરતા ભાઈનો લખનૌના ફૈઝાબાદ રોડ પર શોરૂમ પણ છે.
આ સાથે બંને ભાઈઓ છેલ્લા કેટલાક સમયથી પ્રોપર્ટીના કામમાં પણ જાેડાયેલા હતા. તેમાંથી એક ભાઈ જાજમાઉ શહેરમાં અને બીજાે ભાઈ નવાબગંજ વિસ્તારમાં કામ કરે છે.