Western Times News

Gujarati News

રાજ્યની તમામ કોર્ટ માટે ઈ-RTI પોર્ટલ લૉન્ચ

અરજદાર RTIની ઓનલાઈન અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ કરી શકશે

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટની આઈટીકમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી આઈટીસેલ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ કોર્ટ માટે ઈ-આરટીઆઈપોર્ટલ લૉન્ચ કરાયું છે. આ પોર્ટલ પરથી અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે તેમજ અરજદાર આરટીઆઈઅરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે.

ગુજરાત હાઈકોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ, આઈટીકમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી રાજ્યની તમામ હાઈકોર્ટમાં ી-આરટીઆઈપોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે જેમાં અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે અને અરજદાર આરટીઆઈઅરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે. આ ઉપરાંત અરજદારને જવાબ પણ ઈમેઈલ અને મેસેજ મારફતે આપવામાં આવશે.

આ માટે અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર આરટીઆઈપોર્ટલ પર પોતાના ઇ-મેઈલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજદાર ઓનલાઈન આરટીઆઈકરી શક્શે. આ માટે અરજદારે ઓનલાઈન અરજી માટે નિયત કરેલો ચાર્ચ ઓનલાઈન ચૂકવવાનો રહેશે. અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે જેમા અરજદારે પોતાનું એક આઈડી પ્રુફ તેમજ ૧એમબીની સાઈઝમાં અપલોડ કરવાનું રહેશે.

આ અરજી ફાઈલ થયા બાદ એક રેફરન્સ નંબર મળશે જે અરજદારે સાચવીને રાખવો પડશે. ઓનલાઈન અરજીમાં બીપીએલકાર્ડધારકોએ તેની સર્ટિફાઇડ કે ટ્રૂ કોપી અથવા ઓથોરિટીએ આપેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અરજી કર્યા બાદ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર દ્વારા તેનો જવાબ ઓનલાઈન જ આપશે. આ જવાબના ૩૦ દિવસની અંદર જ અપીલ પણ થઈ શક્શે. જેનો અપીલ નંબર પણ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.