અંકલેશ્વર GIDCમાં આવેલી લેબોરેટરીમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતાં કામદારો સહિત આસપાસના લોકોમાં દોડધામ મચી હતી
અને આગની જાણ અંકલેશ્વર GIDC સહિત અન્ય ફાયર ફાયટરોને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથઘરી હતી.જાેકે આગમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ મોટું નુકશાન થવા પામ્યું હતું.આગના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીની એસીયન્ટ પેન્ટ ચોકડી નજીક આવેલ નિરંજન લેબોરેટરીમાં ગુરૂવાર ની બપોરના સમયે અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી.જેના કારણે કંપનીમાં કામદારો સહિત આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જાેકે આગે જાેત જાેતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરતાં આગ એટલી વિકરાળ હતી કે આગના ધૂમાડા દૂર દૂર સુધી નજરે પડતા હતા.આગની જાણ અંકલેશ્વર ડ્ઢઁસ્ઝ્ર સહિત અન્ય ફાયર વિભાગને જાણ કરતા ધટના સ્થળે ૫થી વધુ ફાયર ફાઈટરો લાશ્કરો સાથે સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથધરી હતી
અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો.તો આગની જાણ થતાં જ ફેકટરી અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ,પોલીસ કાફલો અને ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ પણ ધટના સ્થળ પર દોડી આવ્યા હતા.
ભયંકર લાગેલી આગ ઉપર ફાયર ફાયટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.આગ એટલી ભયંકર હતી કે પ્લાન્ટ બળીને ખાખ થતા મોટું નુકશાન થવા પામ્યું હતું.તો બીજી તરફ સદ્દનસીબે કોઈ જાનહાનિ નહીં થતા કંપની સંચાલકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં વારંવાર અનેક આગ લાગવાના બનાવો બનતા રહે છે.ત્યારે વધુ એક આગ લાગવાનો બનાવ સામે આવતા કંપનીઓ માં રહેલી ફાયર સેફ્ટી સામે પણ સવાલો ઉભા થયા છે ત્યારે ફેકટરી અધિકારી, જીપીસીબી સહિત સંબધિત વિભાગો દ્વારા સમયાંતરે કંપનીઓમાં વિવિધ પ્રકારની ચકાસણી અને તપાસ થાય તે જરૂરી છે.