Western Times News

Gujarati News

દીપિકાની પ્રી-મેચ્યોર ડિલિવરી થતાં થોડીવાર માટે ડરી ગયો હતો શોએબ

મુંબઈ, ટીવી કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમના ઘરમાં હાલ ખુશીનું વાતાવરણ છે કારણ કે, લગ્નજીવનના પાંચ વર્ષ બાદ તેઓ માતા-પિતા બની ગયા છે. એક્ટ્રેસે ૨૧ જૂને દીકરાને જન્મ આપ્યો હતો.

આમ તો દીપિકાની ડ્યૂ ડેટ જુલાઈ મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં હતી પરંતુ તેની પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ હતી. શોએબે તરત જ સોશિયલ મીડિયા પર આ વિશેની જાણકારી આપતાં લખ્યું હતું ‘અલહમદુલ્લાહ આજે ૨૧ જૂન ૨૦૨૩એ વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખજાે. પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ છે પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી’.

શોએબે ભલે તેના ફેન્સને ચિંતા ન કરવા માટે કહ્યું પરંતુ જ્યારે દીપિકાને તાત્લાકિ હોસ્પિટલ લઈ જવી પડી ત્યારે તેનું રિએક્શન કેવું હતું તેનો ખુલાસો સીરિયલ ‘અજૂની’ની કો-એક્ટ્રેસ આયુષી ખુરાનાએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

ટેલીમસાલાને આપેલા ઈન્ટરવ્યૂમાં આયુષી ખુરાનાએ કહ્યું હતું કે ‘અમે આ વિશે અપેક્ષા રાખી રહ્યા નહોતા. ૨૧ જૂનના રોજ અમારું શૂટિંગ શિડ્યૂલ હતું અને અમે શોએબ સરનો બર્થ ડે ઉજવવાનો પ્લાન બનાવ્યો હતો. સવારે શોએબનો ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે ‘દીપિકાને હોસ્પિટલમાં દાખલ કરી છે’ મેં પૂછ્યું હતું ‘કેમ? શું થયું?’ ત્યારે મને દીપિકાએ બાળકને જન્મ આપ્યો હોવાની જાણ થઈ હતી’.

એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો હતો કે, દીપિકાની ડ્યૂ ડેટને હજી એક મહિનાની વાર હતી, તેથી બાળકનું વહેલા આવી જવું તે તેમના માટે પણ સરપ્રાઈઝ સમાન હતું. આ સાથે તેણે કહ્યું હતું કે, કપલે પણ આશા નહોતી રાખી કે બાળક એક મહિના પહેલા આવી જશે. તેણે જણાવ્યું હતું કે ‘થોડીવાર માટે તો શોએબ પેનિક થઈ ગયો હતો.

બાળકનો જન્મ થઈ ગયો હોવાનું તે સમજી શકતો નહોતો કારણ કે બાળકને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું હતું’. દીપિકાનું રિએક્શન કેવું હતું તે વિશે પૂછતાં તેણે કહ્યું હતું ‘દીપિકા ઉત્સાહિત હતી. તે અલગ જ ઝોનમાં હતી અને તેને એન્જાેય કરી રહી હતી. આયુષી તરત જ દીપિકા અને તેને દીકરાને મળવા માટે હોસ્પિટલ દોડી ગઈ હતી.

ત્યારે દીપિકાએ તેને કહ્યું હતું કે, તેનું વોટર બ્રેક થઈ ગયું હતું અને તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને તરત જ બાળકનો જન્મ થયો હતો. દીપિકાએ આયુષીને કહ્યું હતું કે, તે તેનું પ્રેગ્નેન્સી ફોટોશૂટ કરાવવા માગતી હતી પરંતુ તેમ કરી શકી નહીં. હોસ્પિટલ જતી વખતે તે સતત હસતી હતી પરંતુ તેને ચિંતિત પણ હતી કારણ કે તેના ઘરમાં હાલ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અને હજી ઘણું બધું બાકી છે.

દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ તેમના શો ‘સસુરાલ સિમર કા’માં સાથે સ્ક્રીન શેર કરતી વખતે પ્રેમમાં પડ્યા હતા. કપલે ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮માં ભોપાલમાં નિકાહ કર્યા હતા. જાન્યુઆરી ૨૦૨૩માં તેમણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.