Western Times News

Gujarati News

USA વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડીનરમાં કોને કોને આમંત્રણ મળ્યું હતું?

ફર્સ્ટ લેડી જિલ બાઈડેન (Flotus)  છેલ્લા એક સપ્તાહથી આ ડિનરની તૈયારીઓ પર નજર રાખી રહ્યા હતા. ગેસ્ટ શેફ નીના વ્હાઇટે હાઉસના શેફ ક્રિસ કોમરફોર્ડ અને સુસી મોરિસન સાથે વાનગીઓ તૈયાર કરી રહી હતી.

વોશિંગટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડીનર અપાયું તેમાં અમેરિકી પ્રમુખ જો બાઇડનની (Potus) 9 વર્ષ જુની ઇચ્છા પૂરી થઇ હોવાનું મોદીએ ઉલ્લેખ કર્યો હતો.

ઘણી વિદેશી વાનગીઓની સાથે બાજરીમાંથી બનેલી વાનગીઓનો પણ મેનુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેટ ડિનરમાં મોદીને લેમન-ડિલ દહીંની ચટણી, ક્રિસ્પ મિલેટ કેક, સમર સ્ક્વોશ, મસાલેદાર બાજરી અને ગ્રીલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ તરબૂચ, ટેન્ગી એવોકાડો સોસ, સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી સેફ્રોન રિસોટ્ટો, સ્ટ્રોબેરી શોર્ટ્સ સાથે પીરસવામાં આવ્યા.

વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેન સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા.

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેમના નીતા અંબાણી, આનંદ મહિન્દ્રા, ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા એમ. નાઈટ શ્યામલન, પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરપર્સન અને સીઈઓ ઈન્દ્રા નૂયીએ સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી. ડિનરના મેનૂમાં મિલેટ કેક, સમર સ્ક્વોશ, સ્ટફ્ડ મશરૂમ્સ જેવી વાનગીઓનો સમાવેશ થાય છે.

 

 

આ ઉપરાંત અતિથિઓની યાદીમાં માનવાધિકાર કાર્યકર્તા માર્ટિન લ્યુથર કિંગ III,ફિલ્મ નિર્માતા એમ નાઇટ શ્યામલન, ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલ અને ઉદ્યોગસાહસિક ફ્રેન્ક ઇસ્લામનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ભારતીય અમેરિકન ધારાસભ્યો પ્રમિલા જયપાલ, શ્રી થાનેદાર, રો ખન્ના, અમી બેરા અને રાજા કૃષ્ણમૂર્તિ પણ હતા. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકરે યુએસ રાજદ્વારીઓ અને બિડેન વહીવટીતંત્રના સભ્યો સાથે ડિનરમાં હાજરી આપી હતી.

PM arrives at the White House for a State dinner hosted by the President of USA, Mr Joe Biden, in Washington, D.C. on June 22, 2023.

આ ઉપરાંત અતિથિઓની યાદીમાં માનવાધિકાર કાર્યકર્તા માર્ટિન લ્યુથર કિંગ III,ફિલ્મ નિર્માતા એમ નાઇટ શ્યામલન, ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલ અને ઉદ્યોગસાહસિક ફ્રેન્ક ઇસ્લામનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ભારતીય અમેરિકન ધારાસભ્યો પ્રમિલા જયપાલ, શ્રી થાનેદાર, રો ખન્ના, અમી બેરા અને રાજા કૃષ્ણમૂર્તિ પણ હતા.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકરે યુએસ રાજદ્વારીઓ અને બિડેન વહીવટીતંત્રના સભ્યો સાથે ડિનરમાં હાજરી આપી હતી.

2014માં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ભોજન સમારંભ યોજાયો હતો તે સમયે નવરાત્રી ચાલતી હતી અને વડાપ્રધાન નવરાત્રી દરમ્યાન ફકત પાણી અને જયુસ જ લેતા હતા.

જયારે ભોજન સમારોહમાં તે સમયના અમેરિકાના ઉપપ્રમુખ તરીકે જો બાઇડન પણ હાજર હતા અને તેઓએ અનેક વખત ચિંતા કરી હતી કે મોદી શા માટે કંઇ લેતા નથી. વડાપ્રધાને તેનો ઉલ્લેખ કરતા કહ્યુંં કે મને લાગે છે કે પ્રેમથી ખવડાવવાની તમારી ઇચ્છા 9 વર્ષ પછી આજે પૂરી થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.