ગંદુ પાણી ઢોળવા જેવી નજીવી બાબતે હત્યા કરનારને આજીવન કેદ
સિમેન્ટનો બ્લોક માથામાં મારી દેતાં દીપકભાઈને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજયું હતું
આણંદ, આણંદ નજીકી આવેલા જીટોડીયા ગામે ત્રણ વર્ષ અગાઉ ગંદુુ પાણી ઢોળવાની બાબતે થયેલા ઝઘડામાં માથામાં સીમેન્ટનો બ્લોક મારીને હત્યા કરવામાં આવી હતી.
આ અંગેનો કેસ આણંદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એકને આજીવન કેદ તેમજ બેને બેબે વર્ષની સજા આણંદની સેશન્સ કોર્ટે ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે.
૪.પ-ર૦ ના રોજ બનેલી ઘટનામાં જીટોડીયા ગામની નિરવપાર્ક સોસાયટીમાં રહેતા જાેસેફભાઈના મકાન આગળના રસ્તાના ભાગે ગંદુ પાણી નાંખતા બબાલ થઈ હતી. બબાલમાં દીપકભાઈ મનુભાઈ વચ્ચે પડતાં પ્રકાશ રાવજી પરમારને સિમેન્ટનો બ્લોક માથામાં મારી દેતાં દીપકભાઈને ગંભીર ઈજાઓ તથા તેમનું મોત નીપજયું હતું.
આ અંગે આણંદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો દખાલ કરી પ્રકાશ સહીત ત્રણની ધરપકડ કરી હતીી અને તપાસ પુર્ણ કર્યા બાદ આણંદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું.
દલીલો બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને દોષીત જાહેર કર્યા હતા અને પ્રકાશ ત્રણેય રાવજીભાઈ પરમારને ઈપીકો ૩૦રના ગુનામાં તકસીરવાર ઠેરવીને આજીવન કેદને અને પ૦ હજાર રૂપિયાનો દંડનો હુકમ કર્યો હતો. ઈમાનુએલ રાવજીભાઈ પરમાર અને આશીષ ઈમાનુએલ પરમારને દોષીત ઠેરવીને બે-બે વર્ષની સાદી કેદની સજા અને ત્રણ હજાર રૂપિયા દંડનો હુકમ કર્યો હતો.