Western Times News

Gujarati News

ઝઘડિયા GIDCની પાનોલી ઈન્ટરમીડિયેટ્‌સમાં IT વિભાગના દરોડા

31st July 2022 last day for Incometax filing

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસી તેમજ દહેજ જીઆઈડીસીમાં આવેલી પાનોલી ઈન્ટરમીડીયેટ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયથી જ આવકવેરા વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા.સવારના સમયથીજ કંપનીના તમામ કર્મચારીઓની અવર જવર ઉપર રોક લગાવવામાં આવી હતી. IT department raids Panoli Intermediates of Jangiya GIDC

તો ખાસ કરીને એચઆર વિભાગ એકાઉન્ટ,વિભાગના કર્મચારીઓના મોબાઈલ લઈ કંપનીના ખાતાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે,ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કંપની ઉપર આવકવેરા વિભાગના દરોડા બાબતે અન્ય ઔદ્યોગિક એકમોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ઝઘડિયા તેમજ દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પાનોલી ઈન્ટરમીડીયેટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં વહેલી સવારના સમયથી જ ઈન્કમટેક્સ એ રેડ કરી છે.કંપનીના બેનામી હિસાબોની ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે,

સવારના સમયથી જ કંપનીના મેઈન ગેટ ઉપર તાળું મારી તમામ કર્મચારીઓની અવરજવર ઉપર રોક લગાવવામાં આવી હતી.કંપનીના મુખ્ય કર્મચારી જેવા કે એચઆર વિભાગ જીએમ એકાઉન્ટ વિભાગના કર્મચારીઓના મોબાઈલ તેમજ લેન્ડલાઈન ફોન બંધ કરી કંપનીના હિસાબો તથા ખાતાકીય વ્યવહારોની તેમજ બેનામી હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે.

બનાવ સંદર્ભે કર્મચારીઓના કંપનીના કર્મચારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો તો સાથે સાથે ઝઘડિયા તેમજ દહેજ જીઆઈડીસીમાં આવેલા અને ઔદ્યોગિક એકમોમાં પણ ભારે ચહલ પહલ જાેવા મળી હતી આવા વિભાગના દરોડા દરમ્યાન કંપની દ્વારા કરવામાં આવેલા બેનામી હિસાબોની ચકાસણી ચાલી રહી છે

તો આ ચકાસણી ક્યારે અને કેટલા દિવસ ચાલશે તે જાેવાનું રહેશે જાણવા મળતી માહિતી અનુસાર કંપની દ્વારા કરવામાં આવેલા મોટા પાયે બેનામી હિસાબો આ આવકવેરા દરવાડાના દરમ્યાન બહાર આવશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.