Western Times News

Gujarati News

કર્કવૃતનું મહત્ત્વ: પૃથ્વીના ઝોકમાં થતાં ફેરફારોથી આબોહવામાં પરિવર્તન આવે છે

સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા આઉટરિચ કાર્યક્રમ યોજાયો- કર્કવૃત્તના મહત્વ, એના પ્રતિ  જાગૃતિ માટે હિંમતનગર પાસે રૂ.૭ કરોડના ખર્ચે પાર્ક બનાવાશે

ગાંધીનગર, વિષુવવૃત્તથી ર૩.૪૪ ડિગ્રી ઉત્તરના ખૂણા પર પસાર થતી કર્કવૃત નામની કાલ્પનિક રેખા ગુજરાત સહિત દેશના આઠ રાજયોમાંથી પસાર થાય છે. ગુજરાતમાં આ રેખા સાત જિલ્લામાંથી પસાર થાય છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છનો સમાવેશ થાય છે.

પૃથ્વી તેની ધરી પર સ્હેજ નમેલી છે અને એ રીતે જ એ પોતાની ધરતી પર પ્રદક્ષિણા કરે છે અને એના આધારે દિવસ-રાત, હવામાન વગેરેમાં ફેરફારો થતાં રહે છે, પરંતુ પૃથ્વીના ઝોકમાં થતાં ફેરફારોથી આબોહવામાં પરિવર્તન આવે છે તેમ ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું છે.

સાયન્સ સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એક આઉટરિચ કાર્યક્રમ યોજાયો હતો. ર૧ જૂન એ વર્ષનો સૌથી મોટો દિવસ હોય છે. ઉનાળાના અયનકાળના દિવસે જે દિવસે સૂર્યના કિરણો કર્કવૃત્ત પર બરાબર લંબ હોય છે.

આ નિમિત્તે યોજાયેલા પરિસંવાદમાં કર્કવૃત્તના મહત્વ, એના પ્રતિ જાગૃતિ માટે હિંમતનગર નજીક ચલાલ ગામ ખાતે પ૯ઃ૩૦ ચો.મી. વિસ્તારમાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક રૂ.૭ કરોડના ખર્ચે ગુજકોસ્ટ દ્વારા બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજકોસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી આ ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે યોજાયેલા પરિસંવાદમાં પીઆરઆઈ.ના ખગોળ અને ભૌતિકશાસ્ત્રના પૂર્વ પ્રોફેસર ડો. જે.એન.દેસાઈ, પૂર્વ નિયામક ડો. વી.બી.કાંબલેએ આ આઠ જિલ્લામાં કર્કવૃત અંગે લોકજાગૃતિ માટે કામ કરી

રહેલા સાયન્સ્‌ કમ્યુનિકેટર્સને વિગતવાર સમજ આપી હતી. તેમણે દર વર્ષે ટ્રોપિક ઓફ કેન્સર લાઈનની હિલચાલના કારણો પણ સમજાવ્યા હતા. ખાસ કરીને આબોહવાની પરિસ્થિતિઓમાં પરિવર્તનનો સંબંધ પૃથ્વીની ધરીના ઝોક સાથે હોવાનું તારણ પણ પ્રસ્તુત કર્યું હતુું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.