Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય સહિત દરેક રાજ્યમાં હશે તિરુપતિ મંદિર

તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તિરુપતિ મંદિરની ઓછામાં ઓછી એક પ્રતિકૃતિ બનાવવામાં આવશે

તિરુપતિ,  વિશ્વના સૌથી ધનિક મંદિર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમએ આગામી થોડા વર્ષોમાં દેશના તમામ રાજ્યોમાં ભગવાન વેંકટેશ્વર મંદિરો સ્થાપવાનું નક્કી કર્યું છે.

આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તિરુપતિ મંદિરની ઓછામાં ઓછી એક પ્રતિકૃતિ બનાવવામાં આવશે. જે ભગવાન બાલાજીની સમગ્ર ભારતમાં હાજરી સુનિશ્ચિત કરવાની મહત્વાકાંક્ષી યોજનાનો એક ભાગ છે.

ટ્રસ્ટની સ્થાપના ૧૯૩૩માં કરવામાં આવી હતી. ત્યારપછી ટ્રસ્ટે તિરુમાલા ખાતે પ્રતિષ્ઠિત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર, તિરુચાનુર ખાતે શ્રી પદ્માવતી અમ્માવરી મંદિર અને તિરુપતિ ખાતે શ્રી ગોવિંદરાજા સ્વામી મંદિર સહિતના મંદિરોનું સંચાલન કર્યું હતું.

પાછળથી આ ટ્રસ્ટે તેની સ્થાપનાના નવ દાયકામાં સમગ્ર ભારતમાં ભગવાન વેંકટેશ્વરને સમર્પિત ૫૮ મંદિરોની સ્થાપના કરી. જાે કે, આમાંના મોટાભાગના મંદિરો દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં સ્થિત છે. હવે ટ્રસ્ટે ઉત્તર અને પૂર્વ ભારત સહિત સમગ્ર દેશમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરની સ્થાપના કરવાનો ર્નિણય લીધો છે.

આ ટ્રસ્ટ દક્ષિણ ભારતમાંથી બહાર આવ્યું અને ૧૯૬૯માં ઉત્તરાખંડના ઋષિકેશમાં બાલાજી મંદિરની સ્થાપના કરી. ટ્રસ્ટે ૨૦૧૯માં કન્યાકુમારી ખાતે ભગવાન વેંકટેશ્વર મંદિરની સ્થાપના કરીને ભારતના દક્ષિણ ભાગમાં તેના પગની છાપ સ્થાપિત કરી છે. તાજેતરમાં જ ૮મી જૂને જમ્મુમાં ભગવાન વેંકટેશ્વર બાલાજીના મંદિરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ ગુજરાતમાં ગાંધીનગર, છત્તીસગઢના રાયપુર અને બિહારમાં વધુ ત્રણ મંદિરો બનાવવાનું વિચારી રહ્યું છે, જ્યાં નીતિશ કુમાર સરકાર સાથે પ્રાથમિક તબક્કે ચર્ચા ચાલી રહી છે.

ટ્રસ્ટે તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભગવાન બાલાજી મંદિરની પ્રતિકૃતિનો શિલાન્યાસ પણ કર્યો છે. આ માટે રાજ્ય સરકારે નવી મુંબઈમાં આશરે ૬૦૦ કરોડ રૂપિયાની કિંમતની ૧૦ એકર પ્રાઇમ જમીન મંદિર ટ્રસ્ટને ફાળવી છે. ત્યાં ્‌્‌ડ્ઢ મંદિરના નિર્માણ પાછળ ૭૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

ટીટીડીના પ્રમુખ વાયવી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું કે ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરોનું નિર્માણ ભગવાનને ભક્તોના ઘર સુધી લઈ જવાનો પ્રયાસ છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે આંધ્રના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીની સૂચનાઓને અનુસરીને TTD દક્ષિણ ભારતીય રાજ્યોના દૂરના અને પછાત ગામડાઓમાં પણ નાના મંદિરો બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.