દૂધ ફેક્ટરીમાં ગેસ લીક થતા હાહાકાર: ૧૦૦થી વધુ મજૂરોની તબિયત લથડી
(એજન્સી)વૈશાલી, બિહારના વૈશાલીમાં ગેંસ લીક કાંડ સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગોય છે. પ્રાપ્ત જાણકારી મુજબ, એક દૂધની ફેક્ટરીમાં એમોનિયા ગેસ પાઈપ ફાટ્યા બાદ અફરા તફરી મચી ગઈ હતી. આ ઘટના બન્યા બાદ ફેક્ટરીમાં કામ કરી રહેલાં એક મજૂરનું પણ મોત નીપજ્યું છે. bihar-ammonia-gas-leak-milk-factory-hajipur-vaishali-many-laborers-stuck
બીજી તરફ, ૧૦૦થી પણ વધુ મજૂરોની તબિયત લથડી હતી. માત્ર હાજીપુર સદર હોસ્પિટલમાં ૪૦ જેટલાં દર્દીઓને સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. આ દરમિયાન એક દર્દીનું મોત થયુ હતુ. હાજીપુરની ખાનગી હોસ્પિટલોમાં ૫૦થી પણ વધુ મજૂરોની સારવાર ચાલી રહી છે. તો ૨૦થી પણ વધુ દર્દીઓને પટના રેફર કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી રાજ ડેરી ફેક્ટરીમાં મોડી રાતે ગેસ લીક થયો હતો. જ્યાં એમોનિયા ગેસ પાઈપમાં લીકેજ થવાથી હાહાકાર મચી ગયો હતો. ગેસ લીક થયા બાદ કેટલાંક મજૂરો તેની લપેટમાં આવી ગયા હતા.
જે બાદ તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એ પછી આ આંકડો વધ્યો હતો અને ૧૦૦થી પણ વધુ મજૂરોની તબિયત લથડી હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.