Western Times News

Gujarati News

વરરાજાએ ભાઈ-ભાભી સહિત પરિવારના પાંચ સભ્યોને કાપી નાંખ્યા: હત્યા પાછળનું કારણ શું?

એક સાથે પરિવારમાં પાંચ લોકોની હત્યા બાદ લગ્નવાળા ઘરમાં માતમ છવાઈ ગયો હતો

(એજન્સી)મૈનપુરી, ઉત્તર પ્રેદશના મૈનપુરીમાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે લગ્નના બીજા જ દિવસે ભાઈ, ભાભી અને બનેવી સહિત પાંચ સંબંધીઓને ફરસી લઈને કાપી નાખ્યા હતા. આ હુમલામાં આરોપીની પત્ની અને મામી પણ ઘાયલ થઈ ગઈ છે.

ઘટનાને અંજામ આપ્યા બાદ માથાફરેલ આ સખ્સે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. એક સાથે પરિવારમાં પાંચ લોકોની હત્યા બાદ લગ્નવાળા ઘરમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારની રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી.

પોલીસે જણાવ્યુ કે, સમગ્ર ઘટના શનિવારે સવારે ૪થી ૫ વાગ્યાની છે. પોલીસ સ્ટેશન કિશની અંતર્ગત આવતા ગોકુલપુર અરસારાને સૂચના મળી કે, આરોપી શિવવીર યાદવ પુત્ર સુભાષ યાદવ (ઉંમર- ૨૮), પોતાના ભાઈ ભુલ્લન યાદવ (ઉમર-૨૫ વર્ષ), સોનૂ યાદવ (ઉંમર-૨૧ વર્ષ), સોનૂની પત્ની સોની (ઉંમર-૨૦ વર્ષ), બનેવી સૌરભ (૨૩ વર્ષ), નિવાસી ચાંદા હવિલિયા પોલીસ સ્ટેશન કિશની

અને દોસ્ત દીપક નિવાસી ફિરોઝાબાદની ધારદાર હથિયારથી સુતી વખતે હુમલો કરીને હત્યા કરી દીધી. આરોપીએ પોતાની પત્ની ડોલી અને મામી સુષ્મા પત્ની વિનોદ નિવાસી નગલા રામલાલ થાના ભરથના જનપદ ઈટાવાને ઘાયલ કરી દીધા હતા. ત્યાર બાદ પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

પોલીસે જણાવ્યું કે, ઘાયલોને જિલ્લા હોસ્પિટલ મૈનપુરી મોકલી દીધા હતા. જ્યારે મૃતકોની લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમમાં મોકલી દીધા છે. ઘટનાસ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત છે. એસપી મૈનપુરી વિનોદ કુમારે જણાવ્યું કે, આ સમગ્ર કિસ્સો કિશનીના ગોકુલપુર ગામનો છે.

તેમાં એક શિવવીર યાદવ છે, જે આરોપી હતો. શુક્રવારે તેના ભાઈ સોનૂના લગ્ન બાદ જાન લઈને પરત આવ્યા હતા. શનિવારે વહેલી સવારે લગભગ ૪થી ૫ વાગ્યાની વચ્ચે શિવવીરે પોતાના ભાઈ ભુલ્લન યાદવ, સોનૂ યાદવ અને તેની પત્નીની ધારદાર હથિયરથી કાપીને હત્યા કરી નાખી.

આ ઉપરાંત બનેવી અને પોતાના દોસ્તને પણ મોતને ઘાટ ઉતારી દીધા. આરોપીએ પોતાની પત્ની પર પણ હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. બાદમાં આરોપીએ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં પોલીસ એ વાત જાણવાની કોશિશ કરી રહી છે કે, હત્યા કરવા પાછળનું કારણ શું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.