અથર્વઃ બાબાસાહેબના ગ્રેજ્યુએશને તેમને સમુદાય માટે આશાનું બનાવ્યું
ડો. બી. આર. આંબેડકર શિક્ષણમાં સમાનતાના કટ્ટર હિમાયતી હતા અને સમુદાયમાં સૌપ્રથમ ગ્રેજ્યુએટ બનીને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિએ સમુદાય માટે તેમને આશાનું કિરણ બનાવીને શિક્ષણ અને સશક્તિકરણ માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો. &TV પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં વર્તમાન વાર્તા આ સિદ્ધિનો પ્રવાસ પ્રસ્તુત કરે છે. એક મજેદાર વાર્તાલાપમાં શોમાં યુવા ભીમરાવ આંબેડકરની ભૂમિકા ભજવતો અથર્વ આ નોંધપાત્ર વાર્તા પર પ્રકાશ પાડે છે.
1. શું તમે બાબાસાહેબ સમુદાયમાં સૌપ્રથમ ગ્રેજ્યુએટ બન્યા તે ઈતિહાસ અવસર પર વાર્તા વિશે વિગત આપશો?
હાલની વાર્તમાં બાબાસાહેબ તેમનું ગ્રેજ્યુએશન પૂરું કરે છે તે અતુલનીય પ્રવાસ બતાવવામાં આવ્યો છે. ઘણા બધા અવરોધો છતાં બાબાસાહેબ સામાજિક અને આર્થિક પ્રગતિના સૂત્રધાર તરીકે શિક્ષણ માટે હિમાયતી હતી, જેનાથી અન્યો પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને ગ્રેજ્યુએટ થવા માટે પ્રેરિત થયા હતા.
તેમનો રોચક વારસો નાગરિકોને શિક્ષણના અધિકાર માટે લડવા પ્રેરણા આપે છે અને વધુ સમાન સમાજ માટે ભાર આપે છે. ગ્રેજ્યુએટ તરીકે તેમનો પ્રવાસ બેસુમાર સમર્પિતતા અને સામાજિક અવરોધો અને પૂર્વગ્રહમાંથી બહાર આવવા માટે મજબૂત કટિબદ્ધતાનો દાખલો છે. આ સિદ્ધિએ તેમને સમુદાય માટે આશાનું કિરણ બનાવીને શિક્ષણ અને સશક્તિકરણ માટે માર્ગ મોકળો કરી આપ્યો. આ મહત્ત્વપૂર્ણ વાર્તા છે અને અમને વિશ્વાસ છે કે દર્શકોને તેનાથી પ્રેરિત થશે.
2. સામાજિક ન્યાય અને સમાનતા માટે તેમની લડાઈમાં બાબાસાહેબની શૈક્ષણિક સિદ્ધિએ કેવી ભૂમિકા ભજવી હતી?
બાબાસાહેબ ભારતીય ઈતિહાસમાં સૌથી માનવંતા અવાજમાંથી એક હતા. સમાનતા માટે તેમની એકધારી લડાઈ હોય કે મહિલા શક્તિકરણનું કાજ હોય, તેમણે શૈક્ષણિક સુધારણા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી, શોષિતોને અવાજ આપવા તેમણે પ્રયાસ કર્યા હોવાથી બધા ભારતીયોના જીવનમાં તેમનો મજબૂત પ્રભાવ છે. પડકાર અને ક્રાંતિ માટેની તેમની ક્ષમતાએ ભારતમાં લોકશાહીને આકાર આપીને લાખ્ખો લોકો માટે પ્રેરણાસ્રોત બન્યા.
3. સમુદાયમાં સૌપ્રથમ ગ્રેજ્યુએટ થયા પછી બાબાસાહેબે કઈ સુધારણાઓ કરી?
ગ્રેજ્યુએશન પછી બાબાસાહેબ શૈક્ષણિક પ્રવાસ શરૂ કરતાં તેઓ સિદ્ધ વિદ્વાન બન્યા હતા. તેમણે વધુ અભ્યાસ માટે પોતાને સમર્પિત કરીને કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ફિલોસોફીના ડોક્ટર સહિત ઘણી બધી નોંધપાત્ર ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. વ્યાપક જ્ઞાન સાથે તેઓ સામાજિક ન્યાય અને સમાનતા પર સતત ભાર આપીને આંશિક સમુદાયોના અધિકારી માટે કટ્ટર હિમાયતી બન્યા હતા.
બાબાસાહેબે સામાજિક ભેદભાવને લીધે શિક્ષણમાં અન્યાયી અવરોધો સામે સમુદાય પર એકાગ્ર રહીને બધા માટે શિક્ષણ માટે હિમાયતી તરીકે ઊભરી આવ્યા હતા. તેમની મજબૂત કટિબદ્ધતાને લીધે મોજૂદ શૈક્ષણિક પ્રણાલીઓમાં ભેદભાવભર્યા વ્યવહારો દૂર થઈને શાળાઓથી લઈને કોલેજો સુધી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે તેઓ પ્રેરિત થયા હતા.
4. શિક્ષણ ઉપરાંત તેમની કોઈ શીખે તને પ્રેરિત કર્યો છે?
બાબાસાહેબની વિચારધારાનો મારી પર મજબૂત પ્રભાવ છે. ખાસ કરીને મારી ભૂમિકામાં હું બહુ જ ઊંડાણમાં ઊતરી ગયો છું. જોકે એક પાસપં મને ખરેખર વધુ પ્રેરિત કરે તે મહિલાના અધિકાર અને સશક્તિકરણ માટે તેમની મજબૂત કટિબદ્ધતા છે. પુરુષ તરીકે આપણે મોટે ભાગે મહિલાઓ હકદાર છે તે યોગ્ય સન્માન અને દરજ્જાની અવગણના કરીએ છીએ.
આપણા રાષ્ટ્રની પ્રગતિ છતાં મહિલાઓ અસમાનતાનો સામનો કરે છે, જે મને ઊંડાણથી અસર કરે છે. મેં હંમેશાં મહિલાઓના અધિકારોને ટેકો આપ્યો છે અને લિંગ સમાનતા માટે બાબાસાહેબની લડાઈ વિશે જાણીને આ કાજ માટે મારી અંદર પણ પ્રેરણા જાગી છે.
5. નોંધપાત્ર હસ્તીની ભૂમિકા ભજવવી તે લાભદાયી હોવા સાથે પડકારજનક પણ છે. તમારી કોઈ ટિપ્પણી?
આવા ઉચ્ચ દરજ્જાના પ્રેરણાત્મક આગેવાનની ભૂમિકા ભજવવામાં આવે ત્યારે અસલ હસ્તી સાથે અનિવાર્ય તુલના ઉદભવે છે. દરેક પાસામાં સૂઝબૂઝપૂર્વકનું ધ્યાન જરૂરી છે, જેમાંથી દેખાવ અને વર્તનથી લઈને બોલી અને એકંદર આલેખનનો સમાવેશ થાય છે. વ્યાપક જ્ઞાન અને વ્યાપક સંશોધન મહત્ત્વપૂર્ણ બની જાય છે.
આ પાત્રને ન્યાય આપવા હસ્તીના દરેક પાસાનો અભ્યાસ, નિરીક્ષણ, સમજ અને શોષવાનું જરૂરી હોય છે. દરેક પગલે અને ફ્રેમની બારીકાઈથી દેખરેખ રખાય છે. જવાબદારી અને સમર્પિતતાનું ભરપૂર ભાન હોય છે. આવા સંજોગોમાં ભૂમિકાને ન્યાય આપવા માટે સખત મહેનત અને પ્રયાસ આ બધું જ કલાકાર પર આધાર રાખે છે.