Western Times News

Gujarati News

ઇલેક્ટ્રિશિયનના બાળકો માટે સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી આ કંપનીએ

પોલિકેબ ઇન્ડિયાએ ગુજરાતમાં ઇલેક્ટ્રિશિયનના બાળકો માટે ‘જુનિયર એક્સપર્ટ્સ સ્કોલરશિપ પ્રોગ્રામ’ની જાહેરાત કરી-કંપની સમગ્ર ગુજરાતમાં લાયક ઠરતા વિદ્યાર્થીઓને રૂ. 10 લાખની શિષ્યવૃત્તિ આપશે 

વાયર અને કેબલ્સના ભારતની અગ્રણી ઉત્પાદક અને સૌથી ઝડપથી વિકસતી એફએમઈજી કંપની પોલીકેબ ઈન્ડિયા લિમિટેડે પોલીકેબ જુનિયર એક્સપર્ટ્સ સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી. Polycab India Announces ‘Junior Experts Scholarship Program’ for Children of Electricians in Gujarat

આ પહેલનો હેતુ ગુજરાત રાજ્યમાં ઈલેક્ટ્રિશિયનોના બાળકોને સશક્ત બનાવવાનો છે. પોલીકેબ જુનિયર એક્સપર્ટ્સ પ્રોગ્રામ એવા લાયક વિદ્યાર્થીઓને રૂ. 10 લાખની શિષ્યવૃત્તિ ઓફર કરે છે જેઓ હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ભારતમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલા છે.

શિષ્યવૃત્તિ માટે લાયક ઠરવા અરજદારોએ 10મા અથવા 12મા ધોરણમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. 10મા ધોરણમાં સફળ ઉમેદવારોને રૂ. 11,000નો શિષ્યવૃત્તિ પુરસ્કાર પ્રાપ્ત થશે જ્યારે 12મા ધોરણમાં વિદ્યાર્થીઓને રૂ. 20,000નો શિષ્યવૃત્તિ એવોર્ડ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિઓનો હેતુ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે 9665445152 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. અરજી મોકલવાનો છેલ્લો દિવસ 30 જૂન, 2023 છે.

પોલીકેબ ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી નિલેશ માલાણીએ જણાવ્યું હતું કે “અમે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિશિયન અમારી ઇલેક્ટ્રિકલ ઇકોસિસ્ટમની કરોડરજ્જુ છે અને પોલીકેબના વ્યવસાયનો અભિન્ન ભાગ છે. અમે તેમના યોગદાનની ખૂબ કદર કરીએ છીએ અને તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ.

શિષ્યવૃત્તિ કાર્યક્રમ એ ઇલેક્ટ્રિશિયનના બાળકો માટે વધુ સારા ભવિષ્યને સક્ષમ કરવાનો અને તેમના સપના અને આકાંક્ષાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે અને અમને ગર્વ છીએ કે એક કંપની તરીકે અમે આ બાળકોને તેમના ભવિષ્યને ઘડવાની તક આપી શકીએ છીએ.”

પોલીકેબ ઈન્ડિયાએ ઈલેક્ટ્રિશિયન સમુદાય માટે સતત તેના અતૂટ સમર્થનનું પ્રદર્શન કર્યું છે અને હવે તે પોલીકેબ જુનિયર એક્સપર્ટ્સ પ્રોગ્રામની રજૂઆત સાથે એક પગલું આગળ વધે છે. ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં તેમની ભૂમિકાના મહત્વને સમજતા પોલીકેબે ઇલેક્ટ્રિશિયનને સશક્ત બનાવવા માટે સક્રિયપણે સહાય અને સંસાધનો પ્રદાન કર્યા છે.

ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, વર્કશોપ્સ અને ટેકનિકલ માર્ગદર્શન જેવી વિવિધ પહેલ દ્વારા પોલીકેબ ઈન્ડિયાએ ઇલેક્ટ્રિશિયનોને તેમના વ્યવસાયમાં શ્રેષ્ઠ બનવા માટે જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કર્યા છે. પોલીકેબે પોલીકેબ એક્સપર્ટ્સ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે જે ઇલેક્ટ્રિશિયનને તેમના વ્યવસાયને વધારવા અને આકર્ષક પુરસ્કારો મેળવવા માટે લાભદાયી પ્લેટફોર્મ સાથે સશક્તિકરણ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.