120 વર્ષ જૂની કન્યાશાળા RO પ્લાન્ટ અને વૉટર કુલરનું દાન
ચકલાસી ગામ, જી. ખેડા સ્થિત ૧૨૦ વર્ષ જૂની કન્યાશાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શુદ્ધ અને શીતળ પાણી સૌને મળી રહે તે હેતુથી ચરોતર રત્નએવોર્ડથી નવાજીત ડૉ. પારુલ અને ડૉ.રાજેશ ચંદુલાલ શાહ દ્વારા પોતાની પાંત્રીસમી લગ્ન તિથિના દિને, આર. ઓ. શુદ્ધિકરણ પ્લાન્ટ અને વૉટર કુલરનું દાન માતા ચંદ્ર કાંતા અને પિતા ચંદુલાલ નાસ્મરણાર્થે કર્યું
જેનું લોકાર્પણ દીપ પ્રાગટ્ય દ્વારા ખેડા જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી. શિવાની ગોહિલ,સંત કથાકાર શ્રી ભાવિન લાલજી મહારાજ (ડાકોર), દાતાશ્રી ડૉ.પારુલ (લાયન્સ ક્લબ કર્ણાવતી ડીઝાયર અને સહેલી ગ્રુપ) ડૉ.રાજેશ શાહ (સંસ્થાપક પ્રમુખઃ ફેડરેશન ઈન્ટરનેશનલ લૉ, મેડીસીન, એથિક્સ અને ઇનોવેશન તથા ચંદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ)
આશિષ પટેલ, ચારૂસેટ યુનિ.ના વડા નગીન ભાઈ પટેલ, સંગીતાબેન વાઘેલા, કન્યા શાળાના આચાર્યા પ્રીતિ બેન અને ડૉ.રોહિત રાણા દ્વારા કરવામાં આવ્યું. કન્યા શાળાની ૨૭૦ જેટલી બાલિકા અને વાલીઓ એ ઉપસ્થિત રહી વેલકમ અને હેપ્પી એનીવર્સરીનુ સુંદર નૃત્ય ગીત રજૂ કર્યું