બિમાર બાળકને તાંત્રીક પાસે લઈ ગયા- ડામ આપતા હાલત કથળી
દાહોદ, શ્વાસની બીમારીથી પીડાતા ૭ વર્ષીય માસુમ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાને અંધશ્રધ્ધામાં રાચતા માવતદરે દાહોદ તાલુકાના જાલત ગામે રહેતા એક તાંત્રીક પાસે લઈ જતા તે તાંત્રીક માસુમ બાળકના માવતરે ના પાડી હોવા છતાં તે બાળકને પેટ ઉપર ત્રણ જગ્યાએ ડામ મુકતાં બાળકનો
તબીયત વધારે બગડતાં બાળકની માતાએ તે તાંત્રીક સામે પોલીસ ફરીયાદ કર્યાનું જાણવા મળ્યું છે. આજના કોમ્પ્યુટર અને વિજ્ઞાનના યુગમાં એક તરફ ભારત ચંદ્ર અને મંગળ ગૃહ પર જવાની તૈયારીઓ કરી રહયો છે. ત્યારે મધ્ય ગુજરાતના આદીવાસી બાહુબલ્સ ધરાવતા દાહોદ જીલ્લા તેમજ આસપાસના સરહદી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રધ્ધાનું ભુત હજીય ધુણી રહયું છે.
જેના કારણે બડવા-ભુવાઓ તેમજ તાંત્રીકની દુકાનો ધમાકેદાર ચાલી રહી છે. આવા સમયે મધ્યપ્રદેશના પીલીયા ખદાન ગામની ગુડીબાઈ રાકેશભાઈ ભાભોર નામની રપ વર્ષીય પરીણીત મહીલાના ૭ વર્ષીય દીકરા અજયને શ્વાસની બીમારી હોઈ તેને સારવાર માટે કોઈ હોસ્પિટલમાં લઈ જાને બદલે અંધશ્રધ્ધામાં માનતી
ગુડીબાઈ અંધશ્રધ્ધા રાકેશભાઈ ભાભોર પોતાના વ્હાલસોયા દીકરા અજયને દાહોદ તાલુકાના જાલત ગામે રહેતા જયેશભાઈ જુવાનસિંહ સોલંકીી રાજપુત નામના તાંત્રીક પાસે ગત તા.૧૮-૪-ર૦ર૩ના રોજ લાવી હતી. જયા તાંત્રીકે તેઓને બાળકને ડામવા પડશે તેવું જણાવ્યું હતું
જયારે અજયની માતા ગુડીએ પોતાના દીકરાને ડામ દેવાની સ્પષ્ટ ના પાડી હોવા છતાં તાંત્રીક જયેશભાઈ જુવાનસિંહ સોલંકીએ કોઈની વાત માન્યા વવગર શ્વાસને બીમારીથી પીડાતા અજયને પેટ પર ત્રણ જગ્યાએ ડામ દીધા હતા. જેને કારણે અજયની તબીયત વધુ બગડતાં અજયની માતા ગુડી રાકેશભાઈ ભાભોર કતવારા પોલીસ સ્ટેશને આ સંબંધે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.