Western Times News

Gujarati News

ઝઘડિયા GIDCમાં લારી ગલ્લાઓને અપાયેલ નોટિસનો વિવાદ વકર્યો

નોટિસના વિરોધમાં લારી ગલ્લાવાળાઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં રોજીંદી રોજી મેળવતા લારી ગલ્લા વાળાઓને જીઆઈડીસી નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા દબાણ હટાવી લેવા બાબતે નોટિસો આપવામાં આવી હતી.નોટિસમાં જણાવાયું હતું કે જીઆઈડીસીમાં આ લારી ગલ્લાઓ વાળાઓએ દિવસ ૭ માં આ દબાણ હટાવી લેવું.

દરમ્યાન આજરોજ જીઆઈડીસીમાં રોજીંદો છુટક ધંધો કરીને પેટિયું રળી ખાતા આ નાના ધંધાર્થીઓએ જીલ્લા કલેક્ટરને આવેદન આપીને નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા અપાયેલ નોટિસનો અમલ અટકાવવા માંગ કરી હતી.

ઝઘડિયાના સામાજિક કાર્યકર મિતેશભાઈ પઢિયારે આવેદનકર્તાઓની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે આ સ્થાનિક લોકો નાના રોજગાર કરીને રોજી મેળવે છે. જીઆઈડીસીમાં મુખ્ય રસ્તાઓને અડીને ઉભી રખાતી ટ્રકોની મોટી લાઈનોથી ખરેખર દબાણ અને ટ્રાફિક સમસ્યા થાય છે તે કેમ કોઈને દેખાતું નથી?

આવેદનમાં જણાવાયું હતુ કે આ લારી ગલ્લાઓ કોઈને પણ નડતરરૂપ નથી થતાં ત્યારે તેમને દબાણના નામે કેમ હટાવવાની વાત થાય છે.લારી ગલ્લા પર મળતા ચા નાસ્તથી જીઆઇડીસીમાં આવતા સામાન્ય મજુરી કરતા વર્ગના લોકોને ખાવાનું મળે છે.

ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીમાં મોટીમોટી કંપનીઓ નજીક મેઇન રોડ પર મોટી લાઈનો લગાવીને જે ટ્રકો અને ટેન્કરો લાઈનબંધ ઉભા રહે છે તેનાથી ખરેખર ટ્રાફિક અને દબાણ ઉભુ થાય છે.આ દુષણ રોજીંદુ છે પરંતું જીઆઈડીસીના તંત્રને એ દેખાતુ નથી.આને લઈને જીઆઈડીસી નોટિફાઈડ એરિયા કચેરીની બેધારી નિતી સ્પસ્ટ થાય છે.

જીઆઈડીસીની સ્થાપના સમયે સ્થાનિક લોકોએ પોતાની મહામૂલી જમીનોનો ભોગ આપ્યો છે.જીઆઈડીસીના નિર્માણ સમયે સ્થાનિક લોકોને સ્થાનિક સ્તરે રોજગાર મળવાની અપેક્ષા હતી.પરંતું પરપ્રાંતીય કામદારોને સ્થાનિકોની સરખામણીએ પ્રાધાન્ય આપવાની ઉધોગ માલિકોની નિતીને લઇને ઘરના છોકરાને ઘંટી ચાટવાનો વખત આવ્યો છે.

નોટિફાઈડ એરિયા કચેરીના કાર્યક્ષેત્રમાં આ કહેવાતા દબાણ સિવાય બીજી પણ ઢગલો કામગીરી આવે છે.આ એજ સ્થાનિક લોકો છે, જેઓ રોજ જીઆઇડીસીનું પ્રદુષણ વેઠે છે. કંપનીઓ દ્વારા જાહેરમાં ઠલવાતા પ્રદુષિત પાણીનું પ્રદુષણ વેઠે છે.

રોજબરોજ જીઆઈડીસીના વાયુ પ્રદુષણથી પોતાના ફેફસા દુષિત કરે છે,ત્યારે રોજીંદી રોજી મેળવીને પરિવારનું પોષણ કરવાને દબાણ ની વ્યાખ્યામાં કેમ મુકાય છે? જીઆઈડીસીમાં ધંધો કરતા નાના લારી ગલ્લાવાળાઓએ આજરોજ જીલ્લા કલેક્ટરને આવેદન આપીને પોતાની રોજી ચાલુ રહે તે માટે મદદરૂપ થવા અરજ કરી હતી.

આમ જીઆઈડીસી નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા લારી ગલ્લાઓવાળાઓને કહેવાતા દબાણના મુદ્દે અપાયેલ નોટિસમાં નવો વળાંક જાેવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં કેટલીક કંપનીઓમાં સામાન્ય મજૂરો કામ કરે છે,જે મજૂરો માટે ભાડેથી રહેવા મકાન પણ ભાડે લઈ શકાતું નથી તેવા સંજાેગોમાં જે કંપનીમાં તેમનું કામ ચાલતું હોય તે કંપનીની બાજુમાં ગેરકાયદેસર રીતે કંપની સંચાલકો દ્વારા તેમના પાસે ઝુંપડપટ્ટી બનાવાય છે તે પણ ગેરકાયદેસર છે

જાે લારી ગલ્લા વાળા સામે નોટિફાઈડ વિભાગ પગલા ભરતું હોય તો કંપની સંચાલકો દ્વારા આવી ગેરકાયદેસર ઝુપડપટ્ટી ઉભી કરવામાં આવે છે તેની સામે પણ પગલા ભરાવા જાેઈએ કારણકે જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો આવી ગેરકાયદેસર ઝુપટ્ટીમાં વસતા લાચાર મજૂરો અને અસર થાય તો તેના માટે જવાબદાર કોણ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.