Western Times News

Gujarati News

સાયખા કેમિકલ ઝોન ખાતેની ખુલ્લી ગટરમાં કેમિકલયુક્ત પાણીની રેલમછેલ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના સાયખામાં કેમિકલયુક્ત પાણી ગટર અને GIDC ના ખુલ્લા પ્લોટમાં પ્રસરી ગયેલુ જાેવા મળતા ચિંતાનો વિષય બનવા પામ્યો છે.

જાે GPCBઆ બાબતે તપાસ કરે તો ખરેખર કંઈ કંપનીનું પ્રદુષણ યુક્ત પાણી છે એની ખબર પડી જશે.જાે કે કેમિકલયુક્ત પાણીને પગલે પર્યાવરણ વાદીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં દિન પ્રતિદિન વિવિધ નવી નવી કંપનીઓ આકાર લઈ રહી છે તે સ્થાનિક રોજગારી અને ઉક્ત વિસ્તારના વિકાસ માટે સારી બાબત લેખી શકાય.પરંતુ કંપનીઓ વધવા સાથે પંથકમાં જળ અને વાયુ પ્રદુષણ માં વધારા ની લોકબૂમો ઉઠવા પામી છે.અત્રે નોંધનીય છે કે સાયખાં કેમિકલ ઝોન માં ચાલી રહેલ ઈકોફાઈન કલર કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની બાઉન્ડરી વોલની લગોલગ અડી વરંડાની સમાંતરે ખુલ્લી ગટર આવેલ છે.

તેમાં વિચિત્ર કલરનું કેમિકલયુક્ત પાણી જાેવા મળી રહ્યુ છે.આ પાણી દૂર દુર સુધી ગટરમાં સહિત GIDC ના ખુલ્લા પ્લોટમાં પણ પ્રસરી રહ્યુ છે.ત્યારે અત્રે સવાલ એ ઉભો થાય છે કે આ રીતે ખુલ્લામાં કેમિકલ વાળું પાણી કોણ છોડી રહ્યુ છે? આ રીતે ખુલ્લામાં દૂષિત અને જમીનને નુકશાન કર્તા કેમિકલયુક્ત પાણીનું ખુલ્લામાં નિકાલ કરવાની સત્તા કયા ઉદ્યોગને અપાઈ છે અને તે કોના આશિર્વાદથી ખુલ્લા કાંસમાં પાણી ઠાલવી રહ્યુ છે તે બાબત તપાસ માંગી લે એમ છે.

શું આ બાબત થી GPCB અજાણ છે?કે જાણી ને પણ અજાણ બને છે તે તો ખુદ GPCB જ સુપેરે જણાવી શકે તેમ છે. તો બીજી તરફ કેટલાક ઉદ્યોગો દ્વારા નામ ન આપવાની શરતે જણાવાયુ હતુ કે આ પાણી ઈકોફાઈન કલર કેમ કંપની દ્વારા જ છોડવામાં આવી રહ્યુ હોવાના આક્ષેપો પણ કરાયા છે.

જાે કે આ બાબતે GPCB ત્વરિત તપાસ હાથધરે તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે.પરંતુ હાલ તો ઉક્ત વિસ્તારના પર્યાવરણ વાદીઓમાં પ્રદુષણ યુક્ત પાણીને લીધે આસપાસની જમીનને થઈ રહેલા વ્યાપક નુકશાનને કારણે આવી પ્રવૃત્તિ કરતા ઉદ્યોગો વિરુદ્ધ ઉગ્ર આક્રોશ જાેવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.