બોટાદ માર્કેટયાર્ડની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભડકોઃ 6 આગેવાનોનાં રાજીનામા
૧૦ જુલાઈના યોજાનાર ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે
બોટાદ, બોટાદ માર્કેટયાર્ડની આગામી ૧૦ જુલાઈએ યોજાનાર ૧૬ બેઠકની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે ચૂંટણી પૂવે જ બોટાદ માર્કેટિગ યાર્ડના પૂર્વ ચેરમેન અને બોટાદ જિલ્લા સહકારી કન્વિનર જાેરુભાઈ ધાધલે ભાજપના તમામ હોદ્દા અને પક્ષમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો હતો.
રાજીનામું આપવાનું કારણ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા એકપણ વાર જાણ કે વાતચીત કર્યા વગર ઉમેદવારો નકકી કરેલા હોય જેના કારણે તમામ પદમાંથી રાજીનામું ધરી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો જયારે પૂર્વ ચેરમેનના રાજીનામાની વાત વેહતી થતા અન્ય પાંચ ભાજપના સક્રિય અને વિવિધ હોદ્દેદારોએ પણ રાજીનામાઓ ધરી દીધા હતા.
અગાઉ ભાજપ પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી બોટાદ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને બોટાદ જિલ્લા સહકારી કન્વિનર જાેરુભાઈ ધાધલ દ્વારા ભાજપ પક્ષમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા ભાજપ પક્ષમાં ખળભળાટ મચી ગયો હતો
જયારે રાજીનામું આપ્યાના સમાચારો વાયુવેગે પ્રસરતા ભાજપ પક્ષના લાભુભાઈ ભગવાનભાઈ પાર્ટી, સી.બી. ખંભાળિયા, ગોપાલભાઈ કાનેટિયા અને હરજીભાઈ જમોડે રાજીનામાં ધરી દીધાં હતાં. જિલ્લા ભાજપ પ્રમુખ જે વર્ષોથી સક્રિયતાથી કાર્યકરો કામ કરે છે
જેઓની વાત સાંભળતા ન હોય અને પોતાની મનમાની ચલાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. રાજીનામાં આપનાર તમામ ઉમેદવારી ફોર્મ પણ ભરશે. આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટે કી ટકકર થશે.