દર્શન કરી ઘરે પરત જતી મહિલાને લૂંટી લેનારા ગણતરીના કલાકોમાં ઝડપાયા
સ્ટેશન અને બહાર લાગેલા સીસીટીવીએ ગુનેગારોને પકડવામા મહત્વની ભૂમિકા ભજવી
(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વર રેલવે સ્ટેશને ભુજથી કુળદેવીના દર્શન કરી ઘરે પરત જતી મહિલાના રૂપિયા ૨.૨૮ લાખની મત્તા રહેલા હેન્ડબેગની તફડંચીમાં બે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મહિલા મુસાફર પાસેથી લેડીઝ હેન્ડબેગ ખેચી નાશી જનાર ૩ આરોપીઓને પકડી ગુનાનો તમામ મુદામાલ ગણતરીના કલાકોમા ભરૂચ રેલ્વે પોલીસે રિકવર કર્યો છે. અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતેથી મહિલા મુસાફર પાસેથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિતનુ લેડીઝ હેન્ડબેગ ખેચી નાશી જનાર
આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલ ગુના સંબંધે અલગ અલગ ટીમો બનાવાઈ હતી.જેમા ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશનના પીએઆઈ એસ.કે.રણા, હેડ કોન્સ્ટેબલ
અરવિંદભાઈ,આર.પી.એફની ટીમે સીસીટીવી કેમેરા તેમજ શકમંદ મહીલાઓ બાબતે ઉડાંણપૂર્વક તપાસ ચલાવી હતી.અંકલેશ્વર રેલ્વે સ્ટેશન તેમજ આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ તપાસી ટીમ ત્રણ મહિલાઓની હાજરી શંકાસ્પદ જણાય આવતા તેઓને શોધી કાઢવા તપાસમા હતી.
દરમ્યાન ખાનગી બાતમીદાર રાહે બાતમી મળેલ કે, ફુટેજમાં જણાઈ આવેલ વર્ણનવાળી મહીલાઓ પૈકીની બે મહીલાઓ અંકલેશ્વર – ભરૂચ રોડ ઉપર આવેલ ગડખોલ પાટીયા ઓવરબ્રિજ નીચે હાજર છે. જેથી સાથેના પોલીસ કર્મચારીઓને વાકેફ કરી અલગ અલગ ખાનગી વાહનમાં બેસી જગ્યાએ જઈ કોર્ડન કરી લેવાઈ હતી.
તપાસ કરતા બે શંકાસ્પદ મહીલાઓ તથા તેઓની સાથે એક ઈસમ પણ હાજર હોય તેઓ ત્રણેયને પકડી ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા.
રેલ્વે પોલીસે મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વર ફૂટપાથ પર રહેતા હરિશશ્ચંદ્ર ખરડે, લક્ષ્મીબેન જયેશભાઇ કસબે અને મીનાબેન સુનીલભાઇ સસાણની ધરપકડ કરી હતી.આરોપીઓ પાસેથી એક સોનાનુ મંગળસુત્ર તથા રોકડ રૂપિયા ૧૫ હજાર મળી રૂપિયા ૨.૨૮ લાખની મત્તાનુ લેડીઝ હેન્ડબેગ કબ્જે કરાયું હતું.