Western Times News

Gujarati News

1000 છાત્રોને ખાનગી સંસ્થા દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરાયું

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં મુખ્ય મથક મોડાસા ખાતે કાર્યરત સત્યમ વિધાલયમાં આજરોજ સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ સંસ્થાના આદ્યસ્થાપક હીરાભાઈ એસ.પટેલ (એડવોકેટ)ના અધ્યક્ષપદે યોજાતા આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ભાનુભાઈ પટેલ,

પ્રમુખ ગોરધનભાઇ પટેલ(એડવોકેટ),મંત્રી રમણભાઈ પટેલ,અર્બુદા મંડળીના ચેરમેન હરેશભાઇ પટેલ,જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, જેઠાભાઈ સી.પટેલ,અરવિંદભાઈ પટેલ, પોપટભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, ભગાભાઈ પટેલ, દિનેશભાઇ પટેલ,વિનોદભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સત્યમ વિધાલયના ૧૦૦૦ છાત્રોને સ્કૂલ બેગોનું વિતરણ કરાયું હતું. અંતમાં આચાર્ય પરેશભાઈ પટેલે આભાર દર્શન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.