રાજસ્થાનથી આવતી ગાડીમાંથી 79 લાખની રોકડ ઝડપાઈ
ગુજરાતની અમીરગઢ બોર્ડરેથી ૭૯ લાખની રોકડ સાથે એક ઝડપાયો
અમીરગઢ, ગુજરાત રાજસ્થાનની અમીરગઢ બોર્ડર પર પોલીસ રૂટીગ ચેકીગ કરી રહી હતી. તે સમય દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા ગાડી શંકાસ્પદ લાગતા પોલીસે રોકાવી તેમાં તપાસ કરતા ૭૯ લાખ રૂપિયાની રોકડ ઝડપાઈ હતી. ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવતા પોલીસે ડ્રાઈવરની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ પોલીસ બોર્ડર પરના કર્મચારીઓ રાબેતા મુજબની રૂટીગ ચેકીગ કરી રહયા હતા તે દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી કાર ઉપર શંકા જતા તેને રોકાવી તપાસ કરી હતી. તેમાં તપાસ કરતાં રોકડ રકમ લઈ જવામાં આવી રહી હોવાનું જણાયું હતું.
આથી પોલીસ દ્વારા રોકડ રકમ સહીત કારના ચાલકની અટક કરી પકડાયેલી રોકડ રકમ રૂા.૭૯ લાખને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલા વ્યકિત સાહીલ પ્રકાશભાઈ પ્રજાપતીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ રકમ રાજસ્થાનના સિરોહીથી અમદાવવાદ ખાતે લઈ જવામાં આવતી હતી.