સરખેજમાંથી વધુ એક કોલસેન્ટર ઝડપાયુ
૫ ની અટક અને લેપટોપ અને મોબાઈલ સહિતની મુદ્દામાલ જપ્ત |
અમદાવાદ: વિદેશી નાગરીકોને લોનની લાલચ આપીને ઉપરાંત તેમની અગાઉથી લોન બાકી હોઈ દમ મારીને વિવિધ ચાર્જ હેઠળ રૂપિયા પડાવતી કેટલીય ટોળકીઓ સક્રીય છે. પોલીસતંત્રએ આવા કોલ સેન્ટરો સામે લાલ આંખ કરીને કાર્યવાહી કર્યા છતાં છુપી રીતે હજુ પણ કેટલાંક કોલ સેન્ટર ચાલી રહ્યા છે આવા જ એક વધુ કોલ સેન્ટર પર સરખેજ પોલીસે છાપો માર્યો છે અને કેટલાંક શખ્શોને ઝડપીને કોલ સેન્ટર પરથી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે ની વિગત એવી છે કે સરખેજ પોલીસના ખાનગી રાહે બાતમી મળી હતી કે મકરબા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગેરકાયદેસર કોલસેન્ટર ચાલી રહ્યુ છે આ માહિતીના આધારે સરખેજ પોલીસે ટીમો બનાવીને મોડી રાત્રે મકરબા વિસ્તારમા આવેલા આ ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો અને મકાનમાં ઘુસતા જ અંદર બેઠેલા પ શખ્શો અને કોલ સેન્ટરમાં અધ્યતન સામાન જાઈને પોલીસ ચોકી ઉઠી હતી બાદમાં તમામ શખ્શોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો
પરતુ પોલીસે તમામન ઝડપીલીધા હતા અને તેમની પાસેથી લેપટોપ કોમ્પ્યુટર મોબાઈલ ફોન અને અમેરીકન નાગરિકોનુ લિસ્ટ તથા રોકડ રકમ સહીતનો મુદ્દામાલ જપ્ત કરીયો હતો પોલીસે પાચેયને સધન પુછપરછ કરી આદરી છે અને મુખ્ય સુત્રોદ્વારને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરખેજપોલીસને આશરે ૧ મહિના અગાઉ સાણંદ સર્કલ નજીકમાં આવેલા ૧ જ કોમ્પ્લેક્ષમાંથી બે કોલ સેન્ટર ઝડપીયા હતા અને તેના ટૂકા ગાળામાંજ વધુ એક કોલસેન્ટર ઝડપાતા ચકચાર મચી છે સરકારે આવા કોલ સેન્ટરોને ગેર કાયદેસર જાહેર કર્યા હોવા છતા ડોલર કમાવાની લાલચમાં કેટલાય શખ્શો હજુ પણ છૂપી રીતે આવા સેન્ટર ચલાવી રહ્યા છે.