Western Times News

Gujarati News

શું રાનીની ફિલ્મ મર્દાની 2 ભયાનક શક્તિ મિલ્સ કેસથી પ્રેરીત છે?

રાની મુખર્જીની મર્દાન 2 ટ્રેલરે રાષ્ટ્રને તેની સુંદર સ્ટેરીલાઇનમાં ઝકડી લીધુ છે. આ ધારદાર થ્રીલર રાનીને સમયની સામે એક એવી સ્પર્ધામાં જોશે જે પદ્ધતિસર રીતે મહિલાને ટાર્ગેટ કરતા ક્રૂર સિરીયલ બળાત્કારીને ઝડપી લે છે. મર્દાની 2 ભારતમાં કિશોરો દ્વારા વધી રહેલી હિંસક ગુન્હાઓ પર ભાર મુકે છે અને નિઃશંકપણે તેણે એવી ચર્ચાને વેગ આપ્યો છે તે યુવતીઓ સામે સંકટને નોંતરે છે.

આ બાબતને વિશે પૂછવા માટે સંપર્ક કરતા મર્દાની 2ના લેખક-ડિરેક્ટર ગોપી પુથ્રને જણાવ્યું હતું કે, “આપણા દેશમાં  મહિલાઓ સામે થતા અધમ ગુન્હાઓમાં જો તમે અસ્વાભાવિક સમાનતાઓ જોતા હોય તો તેવા સમાજનું ચિત્ર જે પ્રેક્ષકોને બતાવવામાં આવે છે તે મર્દાની 2 તેનું પ્રતિબિંબ છે.

કિશોરો દ્વારા આચરવામાં આવેલા હિંસક ગુન્હાઓ વધી રહ્યા છે અને મર્દાની 2ની પ્લોટ લાઇન રાષ્ટ્રને હચમાચાવી મુકનાર આવી ઘટનાઓથી પ્રેરીત છે. દરેકને આપણી આસપાસ શું થઇ રહ્યું છે તે બતાવવાનો આ અમારો એક માર્ગ છે અને અમે દરેકને એ કહેવાનો પ્રયત્ન કરીએ છે તેઓ પોતાની આંખો ખુલ્લી રાખે કારણ કે આપણી આસપાસ સંકટો છે. ગુન્હેગારો તેમની ઉંમરથી ઓળખી શકાતા નહી હોવાના કારણે આપણે સતર્ક, જાગૃત્ત અને ભારે સાવચેત રહેવાની જરૂર છે.”

આવી ફિલ્મો જ્યારે વાસ્તવિક જીવનમાં પ્રેરણારૂપ બની રહેવાની શક્યતા હોય છે ત્યારે આપણે જોયું છે કે મર્દાની 2નો પ્લોટ રાષ્ટ્રને આઘાત આપનાર શક્તિ મિલ્ક બળાત્કાર કેસ પર આધારિત છે. 2013માં દેશ એક મહિલા પર બળાત્કાર કરેલ 2 કિશોરો સહિત 5 ક્રૂર આરોપીઓને શોધવા ભારે ઉત્કટ હતો.

“આ ફિલ્મના નિર્માતાઓએ દેશને આઘાત આપનારા અનેક કિસ્સાઓ પરથી પ્રેરણા લીધી છે. યમુના એક્સપ્રેસ હાઇવેથી લઇને શક્તિ મિલ્સ કેસ અને અન્ય કેસથી મર્દાની 2ની સ્ક્રિપ્ટનો આધાર બન્યા છે. આ એક કઠોર, ધારદાર, વાસ્તવિક ફિલ્મની નજીક અને દેખીતી રીતે જ ભારતમાં બનેલી ખરેખર ઘટનાઓ પરની અનેક સમાનતાઓ પર હશે. લેખક (ગોપી પ્રુથન) એ ખાસ કરીને કિશોરાવસ્થાના ગુન્હેગારો અને ભયાનક ગુન્હાઓ કે જે ભારતમાં મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવ્યા હતા તેનું સંશોધન કરવા માટે ભારે સમય કાઢ્યો હતો. આવો એક જ એક બનાવ હતો શક્તિ મિલ કેસ, જે અગાઉના બળાત્કાર જેવા અનેક હિંસક ગુન્હાઓમાંનો એક કિશોરો દ્વારા આચરવામાં આવ્યો હતો” એમ માહિતી આપનારે જણાવ્યું હતું.

રાની મર્દાની 2માં અભય અને પ્રતિબદ્ધ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ શિવાની શિવાજી રોયનું પાત્ર ભજવી રહી છે. રાની ફરી એક વખત અભય અને પ્રતિબદ્ધ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ શિવાની શિવાજીની ભૂમિકા મર્દાની 2માં ભજવી રહી છે. તેણીએ સુપરહીટ અને ભારે વખાણાયેલ પ્રિક્વલ મર્દાનીમાં અદ્વિતીય ભૂમિકા ભજવી છે, જેમાં તેણીએ બાળકોની ગેરકાયદેસર હેરાફેરીના ષડયંત્રને પકડી પાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. જેમાં તેણી મહિલાઓને પદ્ધતિસર રીતે લક્ષ્યાંક બનાવતી હતા તેવા ખલનાયક કે જેને સ્પષ્ટ રીતે નીચ કહી શકાય તેની સામે બાથ ભીડવતી બતાવવામાં આવી છે..

આદિત્ય ચોપ્રા દ્વારા નિર્મિત મર્દાની 2 રાનીની વૈશ્વિક બ્લોકબસ્ટર અને વિશ્વભરમાં રૂ. 250 કરોડની કમાણી કરનાર  હીચકી બાદની બીજી રિલીઝ હશે. મર્દાની 2, થિયેટરમાં 13 ડીસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.