“વર્ક ફ્રોમ હોમ”ની લાલચમાં યુવકે 19 લાખ ગુમાવ્યા
ઓનલાઈન કામ કરીને નાણાં કમાવવા જતા યુવકે ૧૯ લાખ રૂપિયા ગુમાવ્યા
(એજન્સી)અમદાવાદ, ઓનલાઈન પાર્ટટાઈમ કામ કરીને ટેલીગ્રામ એપ્લીેકેશનની મદદથી વિવિધ ટાસ્ક પુરા કરવાનું કહીને પ્રતીદીન રૂપિયા ૧પ૦૦થી ર૦૦૦ની વળતર ની લાલચ આપીને ઓનલાઈન છેતરપિંડી કતી ગેગ દ્વારા એક યુવક પાસેથી ૧૯ લાખ રૂપિયા પડાવી લીધાને ઘટના બનીછે. જે અંગે ધોળકા પોલીસે ગુનો નોધની તપાસ શરૂ કરીશ છે.
ધોળકામાં આવેલી બિસ્મીલ્લા સોસાયટીમાં રહેતા ઈસ્તીયાક અહેમદ અંસારી કેરાળા જીઆઈડીસીમાં નોકરી કરેઢશ છે. ગત ૧૬મી તારીખે તેને વોટસએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં તેને ટાસ્ક આપવામાં આવ્યું હતું. જેમાં બેક એકાઉન્ટમાં ૧પ૦ રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં તેને કહયું હતું કે જાે વધારે નાણાં આપશે તો વધારે નાણાં મળશે.
તેમ કહીને સામાન્ય ટાસ્ક માટે નવ હજાર જમા કરાવ્યા હતા જે બાદ અલગ અલગ ટ્રાન્ઝેકશનમાં બે લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. આ ઉપરાંત તેના મીત્રો અને પિતાના એકાઉન્ટમાંથી કુલ મળીને ૧૯ લાખ રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા હતા.
આ દરમ્યાન ટેલીગ્રામ નાણાં અને વળતર પરત મળી જશે. તેમ કહેવામાં આવ્યું હતું. જાેકે ઈસ્તીયાકે રોકાયેલા નાણાં પરશત માંગતા સામેથી વાત કરી રહેલા વ્યકિતએ વધુ એક લાખ રૂપિયા જમા કરાવવાનું કહેતા ઈસ્તીયાકને શંકા જતા તેણે તપાસ કરશી ત્યારશે તેની સાથે ઓનલાઈન ફ્રોડ થયાનો ખ્યાલ આવ્યો હતો. જેના આધારેશ તેણે ધોળકા પોલીસ મથકે ફરીયાદ નોધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.