Western Times News

Gujarati News

ભારત વિકાસ પરિષદ દ્વારા શાળાના બાળકોને નોટબૂકોનુ વિતરણ

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા શાખા દ્વારા તા. ૨૮-૬-૨૩ ને બુધવારના રોજ દાતાઓ હિરલબેન પ્રવીણકુમાર ત્રિવેદી- કલોલ (હાલ યુએસ, ડો.પ્રો. મનુભાઈ પરમાર -ઉમિયા મહિલા આર્ટસ અને નાથીવા કોમર્સ કોલેજ- ગાંધીનગર

તથા ડો.પ્રા. હીનાબેન નાયક તથા પ્રિ. સનતભાઈ નાયક-ગઢા હાઇસ્કુલના સૌજન્યથી ખેડબ્રહ્મા તાલુકાના આદિવાસી- ગ્રામીણ વિસ્તારમાં આવેલી લીલાવન્ટા પ્રાથમિક શાળા અને ગોરિયા ફળો પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ભારત વિકાસ ખેડબ્રહ્માના સેવા વિભાગના સંયોજક પ્રા.ડો. રોહિત દેસાઈ, સહસંયોજક રાજુભાઈ રાવલ , હસમુખભાઈ પંચાલ, ડો. હરપાલસિંહ ચૌહાણ, માલજીભાઈ દેસાઈ, શક્તિસિંહ સોલંકી વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બંને સ્કૂલોમાં શિક્ષક ગણનો સહયોગ પણ પ્રશંસનીય હતો. કાર્યક્રમ સંકલન સંદર્ભે પ્રમુખ ડો. હર્ષદભાઈનો સહયોગ પ્રશંસનીય હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.