Western Times News

Gujarati News

મુંબઈમાં ભારે વરસાદઃ લાઈફલાઈન ગણાતી ટ્રેન સેવા પર અસર

(એજન્સી)મુંબઇ, મુંબઇમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ થઇ રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઇ રહ્યું છે. જેની વાહન વ્યવહાર પર મોટી અસર થઇ છે. ઉપરાંત આ વરસાદની ટ્રેન સેવા પર પણ માઠી અસર પહોંચી છે.

મધ્ય રેલવેની ટ્રેન ૧૫ થી ૨૦ મિનીટ મોડી ચાલી રહી છે. હાર્બર લોકલ૧૫ મિનીટ જ્યારે પશ્ચિમ રેલવેની ટ્રેન ૧૦ મિનીટ મોડી ચાલી રહી છે.

સવારથી આવી રહેલા વરસાદને કારણે પૂર્વ દ્રુતગતી માર્ગ પર ચેમ્બુરથી સાયન સુધી મોટો ટ્રાફિકજામ લાગ્યો છે. જેમાં કેટલીક એમ્બ્યુલન્સ પણ ફંસાઇ છે. જ્યાં અડધા કલાકનું અતંર કાપવા માટે એક દોઢ કલાક લાગી રહ્યો છે. તેથી મુંબઇગરાએ ચેમ્બુરથી મુંબઇ જવા માટે પર્યાઇ માર્ગનો ઉપયોગ કરવો મહત્વનો બની ગયો છે.

મુંબઇના કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઇ ગયું છે. મુંબઇના અંધેરી એસવી રોડ વિસ્તારમાં પણ પાણી જમા થઇ ગયું છે. જેને કારણે ટ્રાફીક ધીમો ચાલી રહ્યો છે. નોકરીયાત વર્ગ આવા વરસાદ અને ટ્રાફીક જામમાં રસ્તો કાઢી પોત પોતાની ઓફીસે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

સવારે અંધેરી સબવે નીચે ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાતાં અંધેરી સબવે વાહનો માટે અને તમામ નાગરીકો માટે બંધ કરવામાં આવ્યો હતો. જાેકે અડધા કલાક બાદ પાણી નીકળી જતાં અંધેરી સબવે ફરી અવર-જવર માટે ખોલવામાં આવ્યો હતો. નવી મુબંઇ અને પનવેલમાં પણ વહેલી સવારે જ વરસાદનું આગમન થઇ ગયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.