Western Times News

Gujarati News

G20 સમિટના મહેમાનો માટે રિવર ક્રુઝમાં ખાસ ડીનરનું આયોજન થશે

ગૃહમંત્રી અમિત શાહ બીજી જુલાઈએ રિવર ક્રુઝનું ઉદ્‌ઘાટન કરશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રંટમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ, બગીચા સહિત અનેક નવીન નજરાણા તૈયાર કરવામાં આવ્યા છે હવે આગામી દિવસોમાં રિવરફ્રંટમાં સહેલાણીઓ માટે એક ક્રુઝ પણ ફરતી થશે જેનું ઉદ્‌ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે.

સાબરમતી નદીમાં આગામી રજી જુલાઈથી ક્રુઝ ફરતી કરવામાં આવશે જેનું સંચાલન એક ખાનગી ટ્રાવેલ્સ કંપની દ્વારા કરવામાં આવશે. ક્રુઝમાં વ્યક્તિ દીઠ રૂા.રપ૦૦નો ચાર્જ લેવામાં આવશે જેમાં ભોજનનો સમાવેશ થઈ જશે. આ ઉપરાંત ક્રુઝમાં સહેલાણીઓના મનોરંજન માટે અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

અમદાવાદમાં યોજાનાર જી-ર૦ સમિટના મેયરો માટે પણ ક્રુઝમાં ભવ્ય ડીનરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કોર્પોરેટ કંપનીઓ કે પછી અન્ય વ્યક્તિઓ કે જેઓ રિંગ સેરેમની, બર્થ ડે પાર્ટી વગેરેની ઉજવણી ક્રુઝમાં કરવા ઈચ્છતી હતી તો તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ક્રુઝમાં કુ મેમ્બર સહિત કુલ ૧પ૦ લોકોનો સમાવેશ થઈ શકશે. સદર ક્રુઝનું રજી જુલાઈએ ગૃહમંત્રી અમિત શાહ વચ્ર્યુઅલ ઓપનીંગ કરશે. ત્યારબાદ એક સપ્તાહ સુધી વિવિધ ક્ષેત્ર સાથે જાેડાયેલ નામાંકિત વ્યક્તિઓને મફત મુસાફરી કરાવવામાં આવશે તેમજ તેમના અભિપ્રાયને શિરોમાન્ય માની જરૂરી સુધારા વધારા પણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.