Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને GST વળતર પેટે 9021 કરોડની ચુકવણી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઇ કરવામાં આવેલ હતી. આ માટે જીએસટી કમ્પેસેશન સેસ એકટની રચના કરાયેલ હતી. 9021 crores as payment of GST compensation by Central Government to Gujarat

આ એકટની જોગવાઇ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ ને બેઝ ઇયર ગણી તેમાં વાર્ષિક ૧૪% લેખે વૃધ્ધિને આધારે તા.૦૧-૦૭-૨૦૧૭થી તા.૩૦-૦૬-૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી.

આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે ₹૯૦૨૧ કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને આજે ફાળવી  આપી છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને આ રકમ ફાળવવા અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.