Western Times News

Gujarati News

રહેણાક-કોમર્શીયલ મિલકતોને BU પહેલાં ટેક્ષ ખાતાની NOC ફરજીયાત

(એજન્સી)અમદાવાદ, શહેરના અનેક વિસ્તારોમાં નવી સ્કીમોને બીયુ આપતાં પહેલાં મ્યુનિ. ટેક્ષ ખાતાની એનઓસી ફરજીયાત લેવી પડશે અને તેના કારણે ટેક્ષની આવકમાં વધારો થશે તેમ રેવન્યુ કમીટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યુું હતું.

મ્યુનિ.રેવન્યુ કમીટી ચેરમેન જૈનિક વકીલે ટેક્ષની આવક વધારવા માટે લેવાયેલાં એક નિર્ણયની માહિતી આપતાં કહયું હતું કે, હાલમાં નવી સ્કીમોમાં બીયુ પરમીશન તારીખ અથવા તો મીલકતનો ખરેખર વપરાશ શરૂ થયા તારીખથી પ્રોપર્ટીી ટેક્ષની આકારણી કરવામાં આવે છે. તેના માટે જે તે ઝોનના એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા ઝોનમાં અપાયેલી બીયુ પરમીશનની નકલ ટેક્ષ ખાતામાં મોકલવામાં આવે છે.

આ ઉપરાંત કોઈ મિલકત તોડીને નવી સ્કીીમ બનાવવા માટે એસ્ટેટ ખાતાની રજાચીઠ્ઠી મેળવવામાં આવે છે. આવી રજાચીઠ્ઠી આપતાં પહેલાં એસ્ટેટ ખાતા દ્વારા ટેક્ષ ખાતામાંથી નો ડયુ સટીફીકેટ મંગાવવામાં આવે છે. આ પ્રક્રિયાના કારણે જે કોઈ મીલકતનો ટેક્ષ બાકી હોય અને તેને તોડી નવી બનાવવાનો પ્રોજેકટ હાથ ધરાય ત્યારે બાકી ટેક્ષ ભરપાઈ કરવો પડે છે.

પરંતુ કેટલાય કિસ્સામાં પ્લાન પાસ કરાવીને રજાચીઠ્ઠી મેળવ્યા પછી પણ નવી સ્કીમ બનાવવામાં આવતી નથી અને ખુલ્લી જમીન પડી રહી છે. તેના ઉપર બાંધકામ પુરું થાય તેમાં પણ લાંબો સમય વીતી જતો હોય છે. આ સમયગાળા દરમ્યાન ખુલ્લી જમીન ઉપર વેકન્ડ લેન્ડ ટેક્ષ ગણવાનો હોય છે.

અને બાંધકામ પુરું થયાં બાદ વેકન્ટ લેન્ડ ટેક્ષનું બીલ રદ કરીને બીયુ પરમીશનના આધારે આકારણી કરવાની હોય છે. હાલમાં ટેક્ષ ખાતા દ્વારા ફકત રજાચીઠ્ઠી આપતાં પહેલાં ટેક્ષ ખાતાની એનઓસી મેળવામાં આવે છે. પરંતુ બીયુ પરમીશન આપતાં પહેલાં NOC લેવામાં આવતી નથી,

તેના કારણે વેકન્ટ લેન્ડ ટેક્ષની ગણતરી અને વસુલાત થઈ શકતી નથી. તેથી મ્યુનિ.પ્રોપર્ટી ટેક્ષ ખાતાની આવક વધારવાના પ્રયાસોના ભાગરૂપે ટેક્ષ અને એસ્ટેટ ખાતા દ્વારા સંયુકત પણે નિર્ણય લેવામાં આવ્યો છે. કે હવેથી કોઈ પણ મીલકતની બીયુ પરમીશન આપતાં પહેલાં ટેક્ષ ખાતાની એનઓસીનો આગ્રહ રાખવા આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.