કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૭ રૂપિયાનો વધારો
નવી દિલ્હી, તેલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૭ રૂપિયાનો વધારો કરી દીધો છે. દિલ્હીમાં તેની રિટેલ પ્રાઈસ ૧૭૭૩ રૂપિયાથી વધીને ૧૭૮૦ રૂપિયા થઈ ગઈ છે. તો વલી ઘરેલૂ એલપીજી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથીં.
અહીં ઉલ્લેખનિય છે કે, સતત ત્રીજી વાર ભાવમાં ઘટાડા બાદ કમર્શિયલ એલપીજીની કિંમતમાં વધારો કર્યો છે. એપ્રિલ, મે અને જૂનમાં તેના ભાવ ઘટાડ્યા હતા. જાે કે માર્ચમાં કમર્શિયલ એલપીજીની કિંમતમાં ખૂબ જ ઉછાળો જાેવા મળ્યો હતો. ઘરમાં ઉપયોગમાં લેવાતા ૧૪.૨ કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. છેલ્લા તેના ભાવ ૧ માર્ચ ૨૦૨૩ના રોજ ફેરફાર થયા હતા. ત્યારે ૫૦ રૂપિયા સસ્તો થયો હતો.
દિલ્હીમાં ઘરેલૂ એલપીજીની કિંમત ૧૧૦૩ રૂપિયા છે, તો વળી કલકતામાં તે ૧૧૨૯, ચેન્નાઈમાં ૧૧૧૮.૫૦ અને મુંબઈમાં ૧૧૧૨.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર મળી રહ્યો છે. ૧ જૂન ૨૦૨૩ના તેલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એલપીજીની કિંમતમાં ૮૩ રૂપિયાનો કાપ મુક્યો હતો.
ત્યાર બાદ દિલ્હીમાં તેની કિંમત ૧૭૭૩ રૂપિયા થઈ ગઈ હતી. મેમાં કોમર્શિયલ એલપીજી કિંમતમાં ૧૭૧.૫૦ રૂપિયાનો કાપ કર્યો હતો. ત્યાર બાદ દિલ્હીમાં ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડર ૧૮૫૬.૫૦ રૂપિયા થઈ ગયો હતો. એપ્રિલમાં પણ એલપીજીની કિંમતમાં ૯૨ રૂપિયાના કાપ કર્યો હતો. તો વળી માર્ચમાં કમર્શિયલ એલપીજીના ભાવમાં લગભગ ૩૫૦ રૂપિયા વધી ગયો હતો.SS1MS