Western Times News

Gujarati News

અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફાયરિંગની ઘટનાઃ ચારનાં મોત

વાॅશિંગ્ટન, અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં ૮ લોકોને ગોળી મારવામાં આવી હતી જેમાંથી ચાર લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે, ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ફાયરિંગની ઘટના પેન્સિલવેનિયા કાઉન્ટીના Philadelphiaમાં બની હતી. અહીં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. અટકાયત કરાયેલ શંકાસ્પદ હેન્ડગન, રાઈફલ અને અનેક મેગઝીનથી સજ્જ હતો.

એક રિપોર્ટ અનુસાર, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ હુમલાખોર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે હુમલાખોર પાસેથી એક રાઈફલ, એક હેન્ડગન અને મેગઝીન જપ્ત કર્યા હતા. ૧૮ જૂલાઈએ અમેરિકાના ઈન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી.

આ ફાયરિંગની ઘટનામાં ૧૦ લોકોને ગોળી વાગી હતી. જેમાંથી ૩ના મોત થયા હતા. ૧૧ જૂલાઈના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

આ ઘટનામાં એક મહિલા સહિત ૫ લોકોને ગોળી વાગી હતી જેમાંથી ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૪ જુલાઈના રોજ અમેરિકામાં ૨૪૬મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો.

આ દરમિયાન શિકાગો, ઇલિનોયના હાઇલેન્ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં ૬ લોકોના મોત થયા. બીજા જ દિવસે ૫ જુલાઈએ ઇન્ડિયાનાના બ્રેઇન્ડિયાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૧ જૂનના રોજ ઓક્લાહોમાના ટુલસામાં એક વ્યક્તિએ હોસ્પિટલની બિલ્ડિંગમાં ઘૂસીને ગોળીબાર કર્યો. આ ઘટનામાં ૪ લોકોના મોત થયા હતા.

ગુનો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી. અમેરિકાના ટેક્સાસમાં ૧૫ મેના રોજ સૌથી ખતરનાક ઘટના બની હતી. ઉવાલ્ડે શહેરમાં એક ૧૮ વર્ષના છોકરાએ સ્કૂલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં ૧૯ વિદ્યાર્થીઓ સહિત ૨૩ લોકોના મોત થયા હતા. આ હુમલામાં ૩ શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો. કંબોડિયાની રાજધાની ફ્નોમ પેન્હમાં શનિવારે (૧ જુલાઈ) નાઈટક્લબમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા હતા.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, છ ચીની નાગરિકો અને બે વિયેતનામના નાગરિકોના આગમાં મોત થયા છે. ફ્નોમ પેન્હની સ્થાનિક પોલીસે જણાવ્યું કે ફ્નોમ પેન્હ શહેરની નાઈટક્લબમાં શનિવારે સ્થાનિક સમયાનુસાર સાંજે લગભગ ૫ વાગ્યે આગ લાગી હતી. પીડિતો પાંચ માળની ઈમારતના ઉપરના માળે ફસાઈ ગયા હતા. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.