કોલેજ જાવ છુ કહીને પ્રેમી સાથે ભાગી ગઇ યુવતી
નવી દિલ્હી, બિહારમાં ફરી એક દીકરીનાં તેના પરિવારજનોએ જીવતા જ અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ માટે પહેલા તેની અર્થી સજાવવામાં આવી હતી. ત્યાર પછી તેણીની અંતિમયાત્રા નીકળી હતી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. The girl ran away with her lover saying she was going to college
આ મામલો પૂર્ણિયાનો છે જ્યાં એક પિતા અને ભાઈએ દિલ પર પથ્થર રાખીને આ કામ કર્યું હતું. આ ઘટના એક એવા પ્રેમ પ્રકરણ સાથે જાેડાયેલી છે, જ્યાં લગ્નના એક મહિના પહેલા યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આનાથી નારાજ થઈને સંબંધીઓએ આ ર્નિણય લીધો અને દીકરીના જીવતા જ અંતિમ સંસ્કાર કરી દીધા.
પૂર્ણિયામાં બનેલી આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે. પરિવારના સભ્યોએ ઘાસનું પૂતળું બનાવીને બાળકીના જીવતા અગ્નિસંસ્કાર કર્યા અને કહ્યું હતું કે તેમની પુત્રી અને બહેન ઘર અને સમાજ માટે મૃત્યુ પામ્યા છે. થોડા દિવસો પહેલા સ્વીટી તેના પ્રેમી સાથે લગ્નના એક દિવસ પહેલા જ પૂર્ણિયાના ટીકાપટ્ટી ખાતેથી ભાગી ગઈ હતી. જેના કારણે રોષે ભરાયેલા સ્વજનોએ તેનો જીવતેજીવ અગ્નિસંસ્કાર કર્યો હતો. ફરી એકવાર આવી જ ઘટના ચંપાનગરના મસૂરિયા ગામમાં બની છે.
અહીં પ્રિયંકા નામની યુવતી તેના પ્રેમી નીરજ સાથે ભાગી ગઈ હતી. આનાથી ગુસ્સે થઈને પિતા, ભાઈઓ અને સંબંધીઓએ હિંદુ રીતિ-રિવાજાેથી પ્રિયંકાની અર્થી સજાવી હતી અને તેના પર ઘાસનું પૂતળું મૂક્યું હતું. ત્યારપછી હિંદુ રીતિ-રિવાજ સાથે ભાઈ સહિતના સંબંધીઓએ પ્રિયંકાના પૂતળાના અંતિમ સંસ્કાર કર્યા.
આ દરમિયાન ભાઈ પ્રશાંતે સફેદ કપડાં પહેરીને અગ્નિ પ્રગટાવ્યો હતો. પ્રિયંકાના પિતા કિશોર સિંહે કહ્યું હતું કે તેમણે તેમની પુત્રીને લખતા શીખવ્યું હતું. હવે તેમના લગ્ન સારા પરિવારમાં નક્કી થયા હતા. પરંતુ ૨૭ જૂનના રોજ તેની પુત્રી તેની ગ્રેજ્યુએશનની માર્કશીટ લાવવાના બહાને પૂર્ણિયા કોલેજ ગઈ હતી, જ્યાંથી તે ચંપાનગરના નીરજ સાથે ભાગી ગઈ હતી.
તેણીનાં પિતાએ કહ્યું હતુ કે જાે તેને જવું હોય તો તે પહેલા જ કહી દેવું હતુ. હવે અમારે લોકોને તેની સાથે કોઈ લેવાદેવા નથી. એટલા માટે તે આખા પરિવાર સાથે પ્રિયંકાના જીવતા અંતિમ સંસ્કાર કરવા ગયા હતા. પ્રિયંકાના કાકાએ કહ્યું હતુ કે પિતા પોતાની દીકરી અને દીકરાને પોતાના જીવ કરતા વધારે પ્રેમ કરે છે અને તેનું પાલન-પોષણ કરે છે, પરંતુ પ્રિયંકાએ આજે ??જે રીતે તેના માતા-પિતા અને પરિવારનું નાક કાપી નાખ્યું છે, તે લોકો તેનાથી ખુશ નથી. તેથી જ આજે હિંદુ રીતિ-રિવાજ સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
હવે આગળ શ્રાદ્ધ કર્મ પણ કરવામાં આવશે. જાણીતું છે કે પૂર્ણિયામાં જ ૧૯ જૂનના રોજ, ટીકાપટ્ટીમાં, પરિવારે લગ્નના એક દિવસ પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગયા પછી સ્વીટીનો જીવતો અગ્નિસંસ્કાર કર્યો હતો. ચંપાનગરના મસૂરિયામાં ફરી એકવાર આ જ ઘટના પુનરાવર્તન થયું છે. જાેકે છોકરી પુખ્ત છે અને તેને પોતાની મરજી સાથે લગ્ન કરવાનો અધિકાર છે. પરંતુ સમાજમાં જે રીતે આવી ઘટનાઓ સતત બની રહી છે.આવામાં સવાલ એ થાય છે કે શું પુત્ર અને પુત્રી માટે માતા-પિતાની ઈચ્છાનું કોઈ મહત્વ નથી? એવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.SS1MS