દેવગઢ બારીયાના પુવાળા ગામે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત.
દાહોદ:દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં પુવાળા વિસ્તારમાં ધાનપુર રોડ ઉપર બપોરના સમયે ધાનપુર તાલુકાના રામપુર ગામનો રાજુભાઈ પટેલ ઉંમર વર્ષ 28જે બાઈક નં જી.જે 20 એ.જી 5788 લઈને દેવગઢબારિયા આવે તો જે બારીયા કામ પતાવી પરત રામપુર જવા નીકળે ત્યારે આ પુવાળા તળાવ પાસે સામેથી એક ટ્રેક્ટર નં જી.જે 20 એન 0429ના ચાલક પોતાનું ટ્રેક્ટર સામે થી ગફલત રીતે પુર ઝડપે હંકારી લઈને આવતા આ બાઈક ચાલક રાજુને અડફેટમાં લઇ પાડી દેતા બાઈક ચાલક રાજુ પટેલ ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું માથુ ફાટી જતા ઘટના સ્થળે ઉપર તેનું મોત નિપજ્યું હતું.
જ્યારે ટ્રેક્ટર ચાલક ફરાર થઇ ગયો હતો જ્યારે મરણ ગયેલ રાજુ પટેલના મોબાઈલ થી કોઈ ઈસમે તેના પરિવારને જાણ કરતા તેનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતો અને આ બનાવ અંગે ની જાણ તેના પિતા અમરસિંહ જેઠાભાઈ પટેલ એ દેવગઢ બારીઆ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી લાશને પી.એમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.