2024માં યોજાનારી 10મી વાઈબ્રન્ટ સમીટ માટે ર૮ સભ્યોની કોર કમીટીની નિમણૂંક
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારે જાન્યુઆરી-ર૦ર૪માં યોજાનારી દસમી વાઈબ્રન્ટ ગુજરાત સમીટને સફળતાપુર્વક પાર પાડવામાં માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યયક્ષતામાં કુલ ર૮ સભ્યોની કોર કમીટી બનાવવી છે. આ કમીટીના ઉપાધ્યક્ષ ઉધોગ મંત્રી બલવંતસિંહ રાજપુત રહેશે.
જયારે ઈન્ડેકસ્ટબીના મેનેજીગ ડીરેકટર ગૌરવ મકવાણા આ કમીટીના સભ્ય સચીવ તરીકે ફરજ બજાવશે. આ કોર કમીટી તમામ નીતીવિષયક નિર્ણયો લેશે અને તેમની નિશ્રામાં સમીટનું આયોજન થશે.
બે કેબીનેટ કક્ષાના મંત્રીઓ-નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેર ડિડોર તેમજ રાજયકક્ષાના બેક મંત્રીઓ-ઉધોગમંત્રીઓ હર્ષ સંઘવી તથા એમએસએમઈ મંત્રી જગદીશ પંચાલ આ કમીટીમાં સભ્ય તરીકે સમાવવા છે.
તદુપરાંત મુુખ્ય સચીવ રાજકુમાર, મુખ્યમંત્રીના ચીફ પ્રીન્સીપાલ સેક્રેટરી કે કૈલાસનાથન, મુખ્યમંત્રીના સલાહકારો હસમુખ અઢીયા તથા એસ.એસ. રાઠોડ ગૃહ વિભાગના એસીએસ મુકેશ પુરી, મુખ્યમંત્રીના એસીએસ પંકજ જાેશી કૃષિ સહકાર વિભાગના એસીએસ અમરેન્દ્રકુમાર રાકેશ, પોર્ટટ્રાન્સફર વિભાગના એસીએસ મનોજકુમાર દાસ,
શ્રમ રોજગારના એસીએસ અંજુ શર્મા ઉધોગ-ખાણ વિભાગના એસીએસ એસ.જે. હૈદરે નાણા વિભાગના એસીએમ જે.પી.ગુપ્તા ઉર્જા પેટ્રોકેમીકલ અગ્ર સચીવ મમતા વર્મા શિક્ષણ વિભાગના અગ્ર સચીવ અશ્વિનીકુમાર પ્રવાસન સચીવ હરીત શુકલા,
નાણા વિભાગના આર્થિક બાબતોના સચીવ આરતી કંવર વિજ્ઞાન અને પ્રૌધોગીક વિભાગના સચીવ વિજય નેહરા, ઉધોગ કમીશ્નર સંદીપ સાંગલેને પણ આ કમીટીમાં સભ્ય તરીકે સામેલ કરાયા છે.