Western Times News

Gujarati News

સુનિતાબેન અગ્રવાલ ચીફ જસ્ટીસનો કાર્યભાર સંભાળશે ત્યારે ગુજરાતના ન્યાયક્ષેત્રનો આ ગૌરવવંતો ઈતિહાસ મહિલા ન્યાયાધીશો તેમના નેતૃત્વ હેઠળ લખશે !!

જાે આખી દુનિયાની કર્મશીલ મહિલાઓ એક જુથ થઈ જાય તો ખોવા જેવું કશું નહીં રહે – પૂર્વ જસ્ટીસ એન. વી. રમના !!

ગુજરાત હાઈકોર્ટમાં પ્રથમ ચીફ જસ્ટીસ સુશ્રી સોનિયાબેન ગોકાણી પછી સુનિતાબેન અગ્રવાલ ચીફ જસ્ટીસનો કાર્યભાર સંભાળશે 

તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે અને તમામ તસ્વીરો એ ગુજરાત હાઈકોર્ટના મહિલા ન્યાયાધીશોની છે જેમણે ગુજરાત હાઈકોર્ટના ન્યાય ક્ષેત્રનો ઈતિહાસ લખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અથવા મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન કરી રહ્યા છે. ડાબી બાજુની તસ્વીર ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સોનિયાબેન ગોકાણીની છે.

તેમના સંવેદના સભર અને નિડર તેમજ કર્મશીલ વ્ય ક્તત્વ એ ન્યાય મંદિરની ગરિમા વધારી છે !! ડાબી બાજુથી બીજી તસ્વીર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સંગીતાબેન કે. વિશેનની છે. તેઓનું માયાળું વ્ય ક્તત્વ અને સરળ સ્વભાવ એ ન્યાય ક્ષેત્રમાં જુનીયર્સ ધારાશાસ્ત્રીઓ માટે પથદર્શક છે !!

ત્રીજી તસ્વીર ગીતાબેન ગોપીની છે તેઓનું ચિંતનશીલ અને ધીરગંભીર વ્ય ક્તત્વ સક્ષમ ન્યાય પ્રદાન કરવામાં ઉપયોગી બની રહ્યું છે !! ચોથી તસ્વીર જસ્ટીસ શ્રીમતી વૈભવીબેન ડી. નાણાવટીથી છે !! જસ્ટીસ શ્રિમતી વૈભવીબેન નાણાવટીનું જીવનનો ઉછેર એક પ્રગતિશીલ અને મૂલ્યનિષ્ઠ માનવતાવાદી પરિવાર સાથે થયો છે તેનો લાભ હવે ન્યાય ક્ષેત્ર મારફતે સમગ્ર ગુજરાત અને દેશના લોકોને મળી રહ્યો છે !!

પાંચમી તસ્વીર જસ્ટીસ શ્રી મોનાબેન ભટ્ટની છે તેમના કર્મશીલ અને દુરંદેશી વ્ય ક્તત્વથી ગુજરાત ન્યાયતંત્ર વધુ સુદ્રઢ બન્યુ છે. જસ્ટીસ શ્રી નીશાબેન ઠાકોર સંવેદનશીલ અને વિચારશીલ વ્ય ક્તત્વ ધરાવતા ન્યાયાધીશ ગુજરાતને મળ્યા છે તે અત્રે નોંધનીય છે !! ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી એસ. વી. પીન્ટો ભાવનાત્મક અને વિદ્વાન કાયદાવિદ તરીકે ઝડપી ન્યાયના પ્રણેતા રહ્યા છે જેનો લાભ ગુજરાતની જનતાને અવિરત મળતો રહ્યો છે.

જસ્ટીસ શ્રી મોક્ષાબેન કે. ઠકકર એ વકીલાતના વ્યવસાયિક ક્ષેત્રે તેમની નિર્ણય શ ક્તમાં કાબેલ, સચોટ હતાં આ કાબેલીયતનો લાભ ગુજરાતની જનતાને મળી રહ્યો છે !! ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસશ્રી પછી ચીફ જસ્ટીસશ્રી અને હાલ દિલ્હીના લોકપાલમાં પોતાની સેવા આપી રહેલા જસ્ટીસ શ્રીમતી અભિલાષાકુમારીજીએ લોકશાહી મૂલ્યો અને બંધારણ વાદની ભાવનાના રખેવાળ રહ્યા છે તેમની સેવાનો લાભ આજે સમગ્ર દેશને મળી રહ્યો છે !!

ગુજરાત હાઈકોર્ટમાં કુ. રેખાબેન દોષિત ૧૯૯૫ માં હાઈકોર્ટના જસ્ટીસશ્રી બનેલા ત્યારબાદ ચીફ જસ્ટીસશ્રી બન્યાની માહિતી છે તેઓ રચનાત્મક અને પ્રગતિશીલ દ્રષ્ટિકોણ ધરાવતા ન્યાયાધીશ તરીકે ર્સુદિઘ સેવા આપી છે !! જસ્ટીસ શ્રી હર્ષાબેન દેવાણી ૨૦૦૪ માં હાઈકોર્ટના જસ્ટીસશ્રી બન્યા હતા તેઓએ યુનિટ જજ તરીકે પણ સુંદર સેવા આપી હતી.

તેઓનો સરળ, વિનમ્ર અને માયાળુ સ્વભાવને લઈને તેઓએ ન્યાય ક્ષેત્રે ઘણાં કાર્યાે કર્યા છે. જસ્ટીસ સુશ્રી બેલાબેન ત્રિવેદી બહુમુખી પ્રતિભા ધરાવતા ન્યાયાધીશ તરીકે કારકિર્દી શરૂ કરીને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પદ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પદ દિપાવ્યું છે અને ત્યારબાદ તેઓ ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ન્યાયિક સિધ્ધાંતો જાળવીને પોતાની પ્રતિભા ઉજાગર કરી છે.

આમ ગુજરાતમાં મહિલા ન્યાયાધીશોનો ફાળો નોંધપાત્ર છે જેમાં એક નામ સુજ્ઞાબેન ભટ્ટનું પણ છે ! ગુજરાતમાં મહિલા ન્યાયાધીશોની ભૂમિકા દેશના બંધારણીય મૂલ્યો અને સિધ્ધાંતોની રખેવાળી કરનારી રહી છે એ દેશ માટે ગૌરવની વાત છે

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી ચિન્મય જાનીએ કહ્યું છે કે, “ન્યાયાધીશનું પદ સત્તાનું કેન્દ્ર નહીં પણ કર્તવ્ય પાલનનું પ્રેરણા બિંદુ છે” !! સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ કહે છે કે, “જયારે તમે કોઈનો ન્યાય તોળવા બેસો ત્યારે તમારે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે

કેમ કે તમારા ચૂકાદા ઉપર તમારી વ્ય ક્તગત માન્યતા કે વિચારસરણીની તમારા ચૂકાદા પર અસર પડવી ન જાોઈએ”!! જયારે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ કહ્યું છે કે, “સમાજને વધુ સર્વ સમાવિષ્ટ, નિષ્પક્ષ અને ન્યાયી બનાવવામાં ગુજરાતની દરેક વ્ય ક્ત પોતાના સહયોગ આપે”!!! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું હતું કે, “જાે આખી દુનિયાની કર્મશીલ મહિલાઓ એકજુથ થઈ જાય તો તેમની પાસે સેવા માટે કશું નહીં બચે”!! જયારે મહાન વૈજ્ઞાનિક સી. વી. રામને કહ્યું છે કે,

“મને લાગે છ કે, મહિલાઓએ વિજ્ઞાનમાં રસ દાખવવો જાેઈએ જે પુરૂષ નથી કરી શકયા એ મહિલાઓ કરી શકશે એવો મને વિશ્વાસ છે કેમ કે મહિલાઓ પાસે એક એવા અતિ આવશ્યક ગુણ છે “સમર્પણ”!!

મહિલાઓને ન્યાયતંત્રમાં ૫૦% અનામત મળવી જાેઈએ કારણ કે તે મહિલાઓનો હકક છે – પૂર્વ ચીફ જસ્ટીસ એન. વી. રમના !!

ઘાનાના મુત્સદ્દી અને મહાસચિવ કોફી અન્નાન કહે છે કે, “અનેક દેશો સમજી ચૂકયા છે કે, સ્ત્રી સમાનતા એ વિકાસની પૂર્વ શરત છે”!! ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ ન્યાય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા માટે ન્યાય ક્ષેત્રમાં મહિલા અનામતની તરફેણ કરતા કહ્યું હતું કે,

“મહિલાઓને ન્યાય ક્ષેત્રે અનામત આપવી જાેઈએ અને તે એમનો હકક છે હજજારો વર્ષાેના દમન પછી મહિલાઓને તેમનો અધિકાર આપવાનો સમય આવી ગયો છે, ન્યાયતંત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ૫૦% થી વધુ હોવું જાેઈએ”!! હાઈકોર્ટના જસ્ટીસ શ્રી ચિન્મય જાનીએ કહ્યું છે કે, “ન્યાયાધી સત્તાનું કેન્દ્ર નહીં પણ કર્તવ્ય પાલનનું પ્રેરણા બિંદુ છે જયારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ અને સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાના વિચારો પણ અદ્દભૂત છે !!

ગુજરાત હાઈકોર્ટમાં મહિલા ન્યાયાધીશોનું ગૌરવવંતુ પ્રદાન છે અને ગુજરાત હાઈકોર્ટમાં સુશ્રી સોનિયાબેન ગોકાણી પછી ગુજરાત હાઈકોર્ટને બીજા ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના ન્યાય ધર્મનો ઈતિહાસ લખશે !!
બ્રિટીશ વડાપ્રધન માર્ગરિટ થેચરે કહ્યું હતું કે,

“તમે કામ અંગે માત્ર કાંઈ કહેવા જ માંગતા હોવ તો પુરૂષને કહો પણ જાે એ કામ કરવું હોય તો સ્ત્રીને કહો”!! મહિલાઓ વિષે તો આ અભિપ્રાય એ દર્શાવે છે કે, તેઓ દરેક કાર્યમાં ખૂબ જ ગંભીર હોય છે, વધુ પ્રમાણિક હોય છે !! ગુજરાત સીટી સીવીલ અને સેસન્સ કોર્ટથી હાઈકોર્ટ સુધીની ન્યાય યાત્રામાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિવૃત્ત થયેલા કર્મશીલ સુશ્રી સોનિયાબેન ગોકાણીને કોણ ભુલી શકે ?!

ગુજરાત માટે ગૌરવની વાત છે કે, અલ્હાબાદ હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ સુશ્રી સુનિતાબેન અગ્રવાલની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિયુ ક્તની દરખાસ્ત મુકાઈ છે અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના નેતૃત્વ વાળી સુપ્રિમ કોર્ટની કોલેજીયમે સુશ્રી સુનિતાબેન અગ્રવાલની પસંદગી કરી છે આ રીતે ગુજરાતને અને દેશને એક સક્ષમ, કાબેલ અને નિર્ણાયક ભૂમિકા પ્રદાન કરનાર સુશ્રી સુનિતાબેન અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટીસશ્રી બનશે !!

ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ શ્રી આશિષભાઈ દેસાઈની કેરલા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકેના નામની મંજુરીની મહોર સુપ્રિમ કોર્ટની કોલેજીયમે મારતા કેરલા હાઈકોર્ટને નવા ચીફ જસ્ટીસશ્રી મળશે !!

ગુજરાત હાઈકોર્ટમાં ઘણાં લાંબા સમયથી હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે કર્તવ્ય નિભાવતા અને ત્યારબાદ ઘણાં લાંબા સમયથી ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસશ્રી તરીકે સેવા આપતા શ્રી આશિષભાઈ જે. દેસાઈની કેરલા હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રી તરીકે સુપ્રિમ કોર્ટની કોલેજીયમે પસંદગી કરતા આ ગુજરાત માટે અને દેશ માટે ગૌરવની વાત છે !! સૌમ્ય પ્રક્રૃતિ ધરાવતા, આ આદર્શવાદી ન્યાયાધીશ તરીકે તેમની પ્રતિભા લોકોના હૃદયમાં ઉજાગર થયેલી છે !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.