ગૌરક્ષકોએ પશુધન પકડાવતા માથાભારે શખ્સોનો રામોલ પોલીસ સ્ટેશનમાં જ તેની ઉપર હુમલો
અઢીસોથી વધુ ઘેટા-બકરા અને ભેંસ સહિત ૪ આઈશર ટ્રક હાથીજણ પાંજરાપોળ ખાતે મોકલાઈ |
અમદાવાદ: સરકાર દ્વારા પ્રાણીઓ વિરૂધ્ધ ક્રુરતાપૂર્વકની ગતિવિધિઓ રોકવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો કડક અમલ કરવા માટે પોલીસ તંત્રને સુચના આપવામાં આવી છે. જા કે ગેરકાયદેસર કૃત્ય હોવા છતાં કેટલાંક કસાઈઓ પશુધનની ગેરકાયદેસર રીતે હેરાફરી અને કતલ કરતા હોય છે. આવા જ કેટલાંક શખ્સોને ગૌ-રક્ષકોએ ઝડપી લીધા છે. અને પોલીસ હવાલે કરતાં ઉશ્કેરાયેલા અન્ય શખ્સો પોલીસ સ્ટેશને પહોંચીગયા હતા. અને ત્યાં જ ગૌરક્ષક પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.
ગૌરક્ષક અશ્વિન ધીરૂભાઈ કંનકણ (૪૪) નિકોલ, ખોડીયારનગર, ડાયમંડ પાર્ક સોસાયટી ખાતે રહે છે. એ સમાજસેવાના કાર્યો ઉપરાંત ગૌશાળા પણ ચલાવે છે. મંગળવારે રાત્રે રબારી કોલોની નજીકથી કેટલીક ભેંસો અને મોટા પ્રમાણમાં ઘેટા-બકરાની ગેરકાયદેસર રીતે હેરફેર થવાની જાણકારી મળી હતી. જેના પગલે અશ્વિનભાઈ તથા અન્ય ગૌરક્ષકોએ રામોલ પોલીસને જાણ કરીને મધરાતે બે વાગ્યાના સુમારે ભેંંસો, પાડા તથા અઢીસોથી વધુ ઘેટા-બકરા ભરેલી ૪ આઈશર ટ્રક ઝડપી લીધી હતી.
ઉપરાંત, ડ્રાઈવર તથા ક્લિનરને પણ ઝડપી લેવાયા હતા. આ ઘટનાની ફરીયાદ નોંધાવવા માટે અશ્વિનભાઈ પોલીસ સ્ટેશન.ે પહોંચ્યા હતા. જ્યાંથી પરત ફરતી વખતે સ્ટેશનની સીડીએમાં જ રબારી કોલોની ખાતે રહેતો જીતુ દેસાઈ અને તેનો સાગરીત તું અમારી ભેંસો કેમ છોડાવે છે. કહીને અશ્વિનભાઈ પર તૂટી પડ્યા હતો અને તેમને ઢોર માર મારીને બંન્ને રફૂચક્કર થઈ ગયા હતા.
આ ઘટના બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અશ્વિનભાઈએ પોતાની સારવાર કરાવ્યા બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરીને હુમલાખોરોને ઝડપી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.