Western Times News

Gujarati News

આદિવાસી સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ નોંધાવવામાં આવ્યો

પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ ગામોમાં નિવાસ કરતા આદિવાસી સમાજ આજે ગોધરા કલેકટર કચેરી ખાતે મોટા પાયે એકત્ર થયો હતો અને યુસીસી નાં વિરુદ્ધમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી સમગ્ર દેશના આદિવાસીઓનાં રીત રિવાજાે,પરંપરા,ઉતરાધિકાર કાનૂન,તેમજ પ્રાસ સંવિધાન અનુચ્છેદ ૧૩(ક)નાં અનુપાલન,સંવિધાન બનાવવા વાળા દ્વારા સંવેધાનિક વિધિઓ,સંવિધાન પૂર્વ કરાર,સંધી અનુચ્છેદ ૧૩(૩)(ક),૩૭૨(૧) નું ધ્યાનમાં રાખતા સંવિધાન

અનુચ્છેદ ૪૪ લિખિત રાજ્યની નીતિ નિર્દેશક તત્વ અનુસાર સમાન નાગરિક સંહિતા નાં દેશ ભરના અનુસૂચિત ક્ષેત્ર,અનુસૂચિત જનજાતિ,વિસ્થાપિત અનુસૂચિત જનજાતિ અને પ્રવાસીત આદિવાસીઓ ઉપર ેંઝ્રઝ્ર લાગુ નાં કરવામાં આવે તેવી માંગ પંચમહાલ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી.

ત્યારે સંવિધાન લાગુ થયા બાદ અનુચ્છેદ ૧ થી ૪ રાજયક્ષેત્ર વિભાજન પ્રમાણે સામાન્ય રાજ્ય તથા ટ્રાઈબલ એરિયા અંતર્ગત તેમજ કોઈ અન્ય રાજ્યના સ્વતંત્ર આદિવાસી ક્ષેત્રો ની પાંચમી અનુસૂચિત ક્ષેત્ર,આદિવાસી ક્ષેત્રનું નિર્ધારણ કરવામાં આવ્યું છે.દેશમાં લગભગ ૫૦૦ થી વધુ આદિવાસી સમુદાય ને અનુસૂચિત જનજાતિ ના રૂપમાં અધિસુચિત કરવામાં આવ્યા છે.

ત્યારે સંવિધાન નાં અનુચ્છેદ ૨૪૪(૧) અનુસાર અનુસૂચિત ક્ષેત્રમાં કાર્યપાલક મેજિસ્ટ્રેટ ની જગ્યાએ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ અપરાધિક ગુન્હાઓમાં સુનાવણી હાથ ધરીને દેશમાં વિવિધ રાજ્યોમાં વિવિધ કાયદાઓ થકી આદિવાસીઓ ને સંવિધાન વિરૂદ્ધ જેલો માં ધકેલવામાં આવી રહ્યા છે.

જે ખરેખર આદિવાસીઓનાં ન્યાયતંત્ર ની વિરૂદ્ધ ખોટું છે જેનો અમે વિરોધ કરી રહ્યા છે.અનુસૂચિત જનજાતિઓ નાં સ્ટેટસ ઉપર હાલ મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જળ, જમીન,જંગલ,ખનિજ ઉપર ખતરો છે.પાંચમી અનુસૂચિ ઉપર ખતરો છે.ત્યારે સાથે સાથે અનુચ્છેદ ૩૩૪ અનુસાર લોકસભા અને વિધાનસભા માં એમ.પી.,એમ.એલ.એ અનુસૂચિત જનજાતિ આરક્ષણ નું પ્રાવધાન છે.

તે પણ એસ.ટી.સ્ટેટસ ખતમ થવામાં અને સાથે આરક્ષણ પણ સમાપ્ત થઈ જશે.માટે એક સમાન નાગરિક સંહિતા UCC માં અનુસૂચિત ક્ષેત્ર ,અનુસૂચિત જનજાતિ,આદિવાસી,વિસ્થાપિત આદિવાસી, પ્રવાસીત આદિવાસી ઉપર આ લાગુ કરવામાં નાં આવે.લોકતંત્ર નો હિસ્સો હોવાના કારણે સંવિધાન નાં ૧૩(૨) અમને હક આપે છે કે આ યુસીસીનો અમે લોકતાંત્રિક રીતે વિરોધ કરીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.