Western Times News

Gujarati News

અકસ્માત રોકવા ગાયોના ગળે રીફલેક્ટર લગાવતા જીવદયાપ્રેમીઓ

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ચોમાસાની ઋતુની શરૂઆત થાય એટલે ગાયો જાહેરરસ્તા પર ગંદકી મચ્છરના ત્રાસથી બચવા રસ્તે બેસતી હોય છે. ત્યારે રાત્રીના અંધારામાં આવતા મોટા કે નાના વાહનો ને ગાયો – વાછરડાઓ ન દેખાવાના કારણે સર્જાતા અકસ્માતને નિવારવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીવદયા પ્રેમી નિલેશ જાેશી.

ધર્મેન્દ્ર ત્રિવેદી. જીતેન્દ્ર પંચાલ અમિત પંચાલ અમિત ઉપાધ્યાય સાથે મેઘરજના વૈયા આશ્રમના દીપુ બાપુ ના સહિયોગથી ગાયો પર રીફલેક્ટર લગાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી,, ચોમાસાની ઋતુમાં ગંદકી અને જીવજંતુઓના ત્રાસથી ગાયો રોડ ઉપર આવીને બેસી જતી હોય છે,

જેને કારણે ઘણીવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે, જેને ધ્યાનમાં લઈ શહેરના માલપુર રોડ, મેઘરજ રોડ અને શામળાજી રોડ પર રસ્તા પર ફરતી ગાયો અને વાછરડાંઓને રીફલેક્ટર લાગવાની કામગીરી કરવામાં આવી,, જેને કારણે ગાયો અને વાહન ચાલકો બંને ને ફાયદો થશે,,

આજથી શરૂ કરવામાં આવેલા અભિયાનમાં, અંદાજે ૨૫ જેટલી ગાયો અને વાછરડાઓ પર રીફલેક્ટર લગાવામાં આવ્યા હતા,, જીવદયા પ્રેમી અને વૈયા આશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલું આ અભિયાન, આગામી ત્રણ થી ચાર દિવસ સુધી ચલાવી મહત્તમ ગાયો અને વાછરડાઓ પર રીફલેક્ટર લાગવાની કામગીરી ચાલવાની હોવાનું,જીવદયા પ્રેમી નિલેશભાઈ જાેશી જણાવ્યું હતું આ કાર્યને શહેરીજનોએ જીવદયાપ્રેમીની સહરાના કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.