Western Times News

Gujarati News

વિનીત ગુપ્તાએ પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ)નો હોદ્દો ગ્રહણ કર્યો

શ્રી વિનીત ગુપ્તાએ 10 જુલાઇ, 2023ના રોજ પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ)નો હોદ્દો ગ્રહણ કર્યો છે. તેઓ આ પહેલાં દક્ષિણ પૂર્વ રેલવે, ગાર્ડન રીચ, કોલકાતામાં સિનિયર ઉપમહાપ્રબંધક તરીકે કાર્યરત હતા.

ભારતીય રેલ એન્જિનિયર્સ સેવા (આઇઆરએસઇ)ના 1988ની બેચના અગ્રણી અધિકારી શ્રી વિનીત ગુપ્તા વર્ષ 1990માં મધ્ય રેલવેના ઇગતપુરીમાં સહાયક મંડળ એન્જિનિયર તરીકે કામની શરૂઆત કરી હતી. Vineet Gupta assumed the post of Chief Administrative Officer (Construction) of Western Railway

શ્રી વિનીત ગુપ્તા મૌલાના આઝાદ કોલેજ ઓફ ટેક્નોલોજી, ભોપાલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યા છે. તેમણે વિવિધ ઝોનલ રેલવે જેમ કે, પૂર્વ રેલવે, પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે, આઇઆરઆઇસીએલ-પૂણેમાં વિવિધ હોદ્દાઓ જેવા કે સિનિયર પ્રોફેસર (બ્રિજ)-આઇઆરઆઇસીએલ, મુખ્ય એન્જિનિયર (નિર્માણ)-મધ્ય રેલવે, મહાપ્રબંધકના સચિવ, ઉપ મુખ્ય એન્જિનિયર (નિર્માણ)-મધ્ય રેલવે, સિનિયર મંડળ એન્જિનિયર (સમન્વય)-ભુસાવળ અને મંડળ એન્જિનિયર-મધ્ય રેલવે, મુંબઇમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. તેમણે નવેમ્બર 2019થી ઓક્ટોબર 2022 સુધી પશ્ચિમ રેલવેના રતલામ મંડળના રેલ પ્રબંધકના હોદ્દા પર પણ કામગીરી કરી છે.

શ્રી ગુપ્તાએ મલેશિયા અને સિંગાપુરમાં આંતરરાષ્ટ્રીય તાલીમ મેળવી છે. અમરાવતી-નરખેડ 155 કિ.મી. નવી લાઇન, દીવા-વસઇ વચ્ચે 42 કિ.મી. લાઇન ડબલ. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ સ્ટેશન (સીએસએમટી) પર નવા પ્લેટફોર્મ્સનું બાંધકામ અને સીએસએમટી તેમ જ બોડીબંદર સ્ટેશન વચ્ચેની સાતમી લાઇન અને વિવિધ સિવિલ એન્જિનિયરિંગ તેમ જ બ્રિજ કાર્યોમાં આગવું યોગદાન આપ્યું છે. શ્રી ગુપ્તાને રમત ગમત, રેલવેના ઇતિહાસ અને હેરિટેજની સાથોસાથ સામાજિક, સાંસ્કૃતિક કામગીરીમાં પણ ઘણો રસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.