Western Times News

Gujarati News

૧૯૭૦ના દાયકાની ફિલ્મ મિલી, કોશિશ અને બાવર્ચીની બનશે રિમેક

મુંબઈ, જૂના જમાનાની ફિલ્મ્સ કોને પસંદ ન આવે, ગોલ્ડન એરાની ફિલ્મ્સ આજે પણ દર્શકોને એટલી જ પસંદ આવે છે, જેટલી ૪૦થી ૫૦ વર્ષ પહેલા આવતી હતી. આ જ કારણ છે કે, ઈન્ડસ્ટ્રીએ વર્ષ ૧૯૭૦ના દાયકામાં આવેલી કેટલીક મોટી ફિલ્મ્સની રિમેક બનાવવાનો ર્નિણય કર્યો છે. ઋષિકેશ મુખર્જીની પ્રખ્યાત ફિલ્મ મિલી અને બાવર્ચી, ગુલઝારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કોશિશની રિમેક બનાવવામાં આવશે. 1970s film Milli, Koshish and Bavarchi will be a remake

જાેકે, આ ફિલ્મ્સની તૈયારી માટે જાદૂગર ફિલ્મ્સ અને સમીર રાજ સિપ્પી પ્રોડક્શન્સે એક ટીમ પણ તૈયાર કરી છે. બીજી તરફ મેકર્સે અત્યાર સુધી આ ફિલ્મ્સની રિમેક અંગે વધુ માહિતી નથી આપી. સાથે જ આ રિમેક ફિલ્મ્સનું ટાઈટલ અને રિલીઝ ડેટ પણ જાહેર નથી કરવામાં આવી. વર્ષ ૧૯૭૦ના દાયકાની આ સુપરહિટ ફિલ્મ્સ એન. સી. સિપ્પીના બેનર હેઠળ બની હતી.

ગુલઝારે ડિરેક્ટ કરેલી કોશિશ ફિલ્મ વર્ષ ૧૯૬૧માં આવેલી જાપાની ફિલ્મ ‘હેપ્પીનેસ ઑફ અસ અલોન’ પર આધારિત હતી, જેમાં સંજીવ કુમાર અને જયા બચ્ચન લીડ રોલમાં હતા. આ એક મૂકબધિર કપલ પર આધારિત છે, જે સન્માનની જીંદગી જીવવા માટે તમામ પડકારો સામે લડે છે.

આ ફિલ્મ માટે સંજીવ કુમારને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ અને ગુલઝારને સ્ક્રિપ્ટ રાઈટર માટે એવોર્ડ મળ્યો હતો. જ્યારે ઋષિકેશ મુખર્જીની બાવર્ચી ફિલ્મની વાત કરીએ તો, આ તપન સિન્હાની વર્ષ ૧૯૬૬માં આવેલી બંગાળી ભાષાની ફિલ્મ ‘ગૈલપો હાલેઓ સત્તી’ પરથી બનાવવામાં આવી હતી.

આમાં રાજેશ ખન્ના અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. ફિલ્મમાં રાજેશ ખન્ના એક પ્રતિભાશાળી ઘરેલુ સહાયકની ભૂમિકામાં જાેવા મળ્યા હતા, જે બેરોજગાર મધ્યવર્ગીય પરિવારને આખો બદલી નાખે છે.

ઋષિકેશ મુખર્જીની ફિલ્મ મિલીમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન લીડ રોલમાં જાેવા મળ્યા હતા, જે એક દારૂડિયા અને ખુશમિજાજી પાડોશી વચ્ચેના રોમાન્સ પર આધારિત ફિલ્મ હતી. જાદૂગર ફિલ્મ્સનાં અનુશ્રી મહેતા અને અબીર સેનગુપ્તાએ આ ત્રણેય મોટી ફિલ્મ્સની રિમેક બનાવવા અંગે જણાવ્યું હતું કે, તેઓ આ ત્રણેય જૂની ફેવરિટ ફિલ્મ્સને નવું રૂપ આપવા માગે છે. આ એ ફિલ્મ્સ છે, જેને જાેઈને અમે બધા મોટા થયા છીએ અને આ એ સ્ટોરીઝ છે, જે નવી પેઢીએ જાેવી જાેઈએ.

તેમનો એ જ પ્રયાસ છે કે, તેઓ આ ત્રણેય ફિલ્મ્સની સાથે ન્યાય કરી શકે અને પોતાનું ૧૦૦ ટકા આપી શકે. સમીર રાજ સિપ્પીએ આ અંગે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, હવે સમય આવી ગયો છે કે, અમે ક્લાસિક સ્ટોરીઝને લઈએ અને તેને એક નવા અને મોડર્ન ટચની સાથે આજની સ્ટાઈલમાં લાવીએ. બાવર્ચી, મિલી અને કોશિશને બીજી વખત જાેવા પાછળનો ઉદ્દેશ આ જ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.