Western Times News

Gujarati News

જુગાર મુદ્દે થયેલા ધિંગાણામાં ૧૫થી વધારે ઈજાગ્રસ્ત થયા

પ્રતિકાત્મક તસવીર

જુગાર રમવાની ના પાડતા એક વ્યક્તિને છરી મારી દેવાઈ લોકોએ હુમલો કરનારના ઘર પર કર્યો પથ્થરમારો

ભાવનગર,  ભાવનગર શહેરના આનંદનગર રોડ પર આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં જૂની અદાવતે જૂથ અથડામણ સર્જાઈ હતી. બે સમાજના લોકો સામસામે આવી જતા પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરતા બંને પક્ષે મળી ૧૦ થી ૧૨ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો, તેમજ લોકોના ટોળા વિખરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, જાેકે હાલ પણ આ વિસ્તારમાં જૂથ અથડામણના કારણે એક અજંપાભરી શાંતિ જાેવા મળી રહી છે. કોઈ અઘટિત ઘટના ના બને એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શહેરના અડોડિયાવાસ વિસ્તારમાં રહેતા બે સમાજ ના લોકો વચ્ચે યુવતીને ભગાડી જવાના મામલે વિખવાદ ચાલી રહ્યો છે, જેના કારણે એક સમાજના લોકો બીજા સમાજના લોકો લાંબા સમયથી અશાંતિ ફેલાયેલી જાેવા મળી રહી છે, જેમાં આજે સામાન્ય બાબતે શરૂ થયેલા મામલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું,

આડોડીયાવાસ વિસ્તારનાં ગણેશ વિનુ પરમાર તથા પપ્પુ પરમાર(આડોડીયા) ને જાહેરમા જુગાર રમતા તથા દારૂનું વેચાણ કરતા હોય જેથી કમાભાઇ મેર (ભરવાડ) નામના વ્યક્તિએ ગણેશ પરમારને તેમના ધર સામે દારૂનું વેચાણ કરવાની તથા જુગાર રમાડવાની ના પાડતા બોલાચાલી થઇ હતી, જે બાદ કમાભાઈ મેર સહિતના સાતેક જેટલા લોકોએ ગણેશ પરમાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ બાદ વાત ફેલાઈ જતા આડોડિયા સમાજનું એક મોટું ટોળું માલધારીના ઘર પર ધસી ગયું હતું, તેમજ સોડા બોટલ ફેંકી ઘર પર પત્થરમારો કર્યો હતો. મારામારીમાં બંને સમાજના મળી ૧૦ થી ૧૨ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી,

જ્યારે ગણેશ પરમાર નામના શખ્સને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સામાં પક્ષે પણ માલધારી સમાજના એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા શહેરની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં મોટો પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો, તેમજ લોકોનાં ટોળા વીખરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મારામારીની ઘટનાને પગલે હાલમાં સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ જાેવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.