ગોધરાના શાકમાર્કેટના પ્રવેશદ્વાર પર ગંદકીનું સામ્રાજ્ય
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નગર પાલિકા પ્રમુખ સંજય સોનીના મત વિસ્તારમાં આવેલા શહેરના સૌથી મોટા જુહુરપુરા શાકમાર્કેટને સ્વચ્છ રાખવાના બદલે શાકમાર્કેટના પ્રવેશ દ્વારના જાહેર રસ્તા ઉપર ગંદકીઓના ઢગલાઓ કરવાના આ દેખાવો ના પગલે સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે પરેશાન દેખાઈ રહ્યા છે.
ગોધરા શહેરમાં સૌથી મોટું જવાહરપુરા ખાતે શાકમાર્કેટ આવેલું છે જ્યાં હોલસેલ અને રીટેલ વેપારીઓ પોતાનો શાકભાજી અને ફળફળાદી ધંધો ચલાવે છે, અને શાકમાર્કેટના બંને ગેટ આગળ અસંખ્ય કચરાઓના ઉકરડાઓથી સ્થાનિક રહીશો સહિત વેપાર ધંધા કરતા શાકભાજીના પથારા વાળા સહિત શાકભાજીની ખરીદી કરવા માટે
આવતા ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.કારણકે મેન ગેટ આગળ અસહ્ય ગંદકીથી ત્રાહિમાન પોકારી ગયા છે.જેના લીધે શાકભાજીની ખરીદી કરવા આવતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ગ્રાહકો જહુરપુરા શાકમાર્કેટના બંને ગેટ આગળ કચરાના ઉકરડાઓને જાેઈને બહારથી જતા રહે છે, જેના લીધે ૩૦૦ થી વધારે લારી અને પથારાવાળા ઓની રોજીરોટી ઉપર અસર વર્તાઈ રહી છે.
અને આખો દિવસ માંડ માંડ પૈસા કમાઈને ઘરે જાય છે જેથી પરિવારનું ભરણપોષણ કરવું તે કઈ રીતે કરવું તેના સામે પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થવા પામ્યા છે, ગોધરા શાકમાર્કેટમાં લારી ગલ્લા અને પથારામાં શાકભાજીના ધંધો કરતા લોકો ની માંગ છે
કે કાયમી ધોરણે ગંદકીને દૂર કરવામાં આવે જેથી તેઓ નિરાંતે પોતાનો ધંધો કરી શકે, ત્યારે હવે જાેવાનું રહ્યું કે ગોધરા નગરપાલિકાના સત્તાધીશો ગોધરાની શાકમાર્કેટના કચરા ની ગંદકીને ફેલાવનાર સામે દંડકીય કાર્યવાહી કરશે કે નહીં તે તો સમય બતાવશે.
ગોધરા શહેરના જહુરપુરમાં છૂટક શાકભાજીના વેચાણ માટે પાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાકમાર્કેટ આવેલું છે.જ્યાં શાકમાર્કેટની અંદર ૨૦૦ અને બહારની સાઈડ ૧૫૦ જેટલી લારી પથારાવાળાઓ શાકભાજી અને ફળફળાદીનો ધંધો કરે છે,
અને તેમની પાસે નગરપાલિકા દ્વારા વેચાણ માટે આવતા વેપારીઓ અને પથારાઓ પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે છે.પરંતુ નગરપાલિકા દ્વારા જે સાફ સફાઇ ની સુવિધા આપવી જાેઈએ તે આપવામાં આવતી નથી. ત્યારે શાકભાજીના પથારાવાળા અને પાલિકાનાં સફાઈ કામદારો દ્વારા ગેટ આગળ કચરો નાખવામાં આવતો હોય તેવું સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.