મણિપુરમાં રોષે ભરાયેલા ટોળાએ આરોપીનું ઘર સળગાવ્યું
સંસદમાં સરકાર ચર્ચા માટે તૈયારઃ રાજનાથ સિંહ
નવી દિલ્હી, સંસદના ચોમાસુ સત્રનો આજે બીજાે દિવસ હતો. ગૃહની કાર્યવાહી સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ હતી. સંસદમાં મણિપુર મામલે વિપક્ષનો હોબાળો થતા લોકસભાની કાર્યવાહી ૨૪ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ તરફ રાજ્યસભામાં ૧૯ મિનિટ સુધી હોબાળો થયો હતો. જે બાદ અધ્યક્ષે રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં મણિપુર પર ચર્ચા કરવાની વાત કરી હતી. પરંતુ વિપક્ષે તેમની વાત સાંભળ્યા વિના હોબાળો ચાલુ રાખ્યો હતો. મણિપુર હિંસા પર ચર્ચા માટે કોંગ્રેસે સ્થગિત પ્રસ્તાવ નોટિસ આપી હતી.
સંસદના ચોમાસુ સત્રનો આજે બીજાે દિવસ છે.
મણિપુર હિંસા પર ચર્ચા માટે કોંગ્રેસે સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી છે. કોંગ્રેસના સાંસદો મનીષ તિવારી, લોકસભામાં મણિકમ ટાગોર અને આપ સાંસદ સંજય સિંહ અને રાજ્યસભામાં આરજેડી નેતા મનોજ કુમાર ઝાએ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી નોટિસ આપી હતી.
ગુરુવારે ચોમાસુ સત્રના પહેલા દિવસે સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ મણિપુરની ઘટનાને લઈને હંગામો મચાવ્યો હતો. જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી બીજા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.
ચોમાસુ સત્ર ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન ૧૭ બેઠકો થશે. કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં ૩૧ બિલ લાવી રહી છે. તેમાંથી ૨૧ નવા બિલ છે, જ્યારે ૧૦ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યા છે. તેની ચર્ચા કરવામાં આવશે. દિલ્હીમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગ સંબંધિત વટહુકમ સૌથી વધુ ચર્ચિત બિલ છે.
મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ બે મહિલાઓ સાથે જાહેરમાં દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીના ઘરને તેના જ ગ્રામજનોએ આગ લગાવી દીધી હતી. મણિપુરનો વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં ગુસ્સો જાેવા મળ્યો હતો. હવે આરોપીના જ સમાજના લોકો પણ ખુલ્લેઆમ આરોપીનો વિરોધ કરી રહ્યા છે. મહિલાને તોડફોડ કરનારા લોકો મૈતાઈ સમુદાયના છે અને જેમણે તેના ઘરને આગ લગાવી છે તે પણ આ જ સમુદાયના છે.
વાયરલ વીડિયોમાં, પોલીસે બે મહિલાઓને નગ્ન કરીને જાહેરમાં ક્રૂરતા કરનારા ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાંથી મુખ્ય આરોપી હુરેમ હેરોદાસ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હેરોદના ઘરની પડોશમાં રહેતા લોકોને આ વાતની જાણ થતાં તેઓ તેના ઘરને સળગાવવા પહોંચ્યા. મળતી માહિતી મુજબ, આરોપીનું ઘર નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશન હેઠળના પેચી અવાંગ લિકાઈમાં છે.
બે દિવસ પહેલા વાયરલ થયેલા વીડિયોમાં હેરોદાસ બે મહિલાઓ સાથે ક્રૂરતા આચરતો જાેવા મળ્યો હતો. હવે તેના ઘરને આગ લગાડનારાઓમાં મોટાભાગની મહિલાઓ પણ છે. તે મહિલાઓનું કહેવું છે કે તેઓ મેતાઈ સમુદાયની હોવા છતાં પણ આ પ્રકારની ક્રૂરતાને સમર્થન આપતા નથી.
૩ મેના રોજ, મણિપુરમાં મેટાઈ અને કુકી સમુદાયો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા. હિંસામાં ઘણા લોકોના મોત થયા હતા. બીજી તરફ બીજા દિવસે એટલે કે ૪ મેના રોજ મેટાઈ સમુદાયના ટોળા દ્વારા કુકી સમાજની બે મહિલાઓને ર્નિવસ્ત્ર કરીને ગામની આસપાસ પરેડ કરવામાં આવી હતી અને તોડફોડ કરી હતી.
બે મહિના પછી જ્યારે આ ક્રૂરતાનો વીડિયો વાયરલ થયો ત્યારે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો.દેશભરમાં વધી રહેલા રોષ બાદ આ મામલે પોલીસની કાર્યવાહી પણ વધી અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી.