વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો-ભારત ૮૦મા સ્થાને

વોશિંગ્ટન, હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે તાજેતરમાં વિશ્વના સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટની યાદી બહાર પાડી છે. આ લીસ્ટ માં સિંગાપુરને સૌથી પાવરફુલ પાસપોર્ટ ગણાવવામાં આવ્યો છે. એટલે કે સિંગાપોરના પાસપોર્ટ ધારકોને ૧૯૨ દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ છે. આ પહેલા જાપાનનો પાસપોર્ટ સતત પાંચ વર્ષ સુધી સૌથી શક્તિશાળી હતો.
મંગળવારે જાહેર કરાયેલ હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં સિંગાપોરે જાપાનને પછાડી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઈન્ડેક્સમાં સિંગાપોરના પાસપોર્ટને સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાવ્યો છે. તે જ સમયે, જાપાનના પાસપોર્ટ જે છેલ્લા પાંચ વર્ષથી સતત પ્રથમ સ્થાને હતો, તેને ત્રીજા સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે ગણવામાં આવ્યો છે.
જર્મની, ઇટલી અને સ્પેન દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ દેશના પાસપોર્ટ ધારકોને ૧૯૦ દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ છે. હેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર સિંગાપોરના પાસપોર્ટ ધારકોને ૨૨૭ દેશોમાંથી ૧૯૨ દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ છે. જ્યારે જાપાનના પાસપોર્ટ ધારકોને ૧૮૯ દેશમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની છૂટ છે. ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા અને સ્વીડનની સાથે જાપાન ત્રીજા સ્થાને છે.
ત્યારે, અફઘાનિસ્તાન અને ઈરાકનો સૌથી નબળો પાસપોર્ટ ગણાવાયો છે. અફઘાનિસ્તાનના પાસપોર્ટ ધારકોને ૨૭ દેશમાં જ્યારે ઈરાકના પાસપોર્ટ ધારકોને ૨૯ દેશમાં વિઝા વગર મુસાફરી કરવાની છૂટ છે. ત્યારે, ભારતના પાસપોર્ટને ૧૦૩ દેશોની યાદીમાં ૮૦માં સ્થાન પર રખાયો છે.
જ્યારે, આ વર્ષે ભારતની રેન્કિંગમાં ૫ સ્થાનમાં સુધારો આવ્યો છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના નવા રેન્કિંગમાં ભારત, ટોગો અને સેનેગલને ૮૦માં સ્થાન પર રખાયા છે. ઈન્ડેક્સ અનુસાર, ભારત, ટોગો અને સેનેગલના પાસપોર્ટ ધારકોને ૫૭ દેશમાં વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી છે. તો પાકિસ્તાનનો પાસપોર્ટ ૧૦૦માં સ્થાને છે. પાકિસ્તાનના પાસપોર્ટ પર ૩૩ દેશોમાં વિઝા-ફ્રી મુસાફરીને મંજૂરી છે.