Western Times News

Gujarati News

મિત્રને શોધવા નીકળેલી સગીરાને કચરો ઉઘરાવતા વાહન ચાલકે મિત્રની મદદથી પિખી નાંખી

બળાત્કારી અને મદદ કરનાર મિત્ર બંનેની ભરૂચ પોલીસે ધરપકડ કરી

(તસ્વીરઃ વિરલ રાણા) (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં મકતમપુર બોરભાઠા બેટના નર્મદા બંગ્લોઝ સોસાયટીની બાજુમાં ટેકરા ઉપર નરાધમે મિત્રની મદદથી સગીરાને ગુમ મિત્ર ઝૂંપડામાં છે

તેમ કહી ઝૂંપડું બતાવવાના બહાને લઈ જઈ ઝૂંપડામાં જ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતા પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે નરાધમ અને મદદગારી કરનાર મિત્ર મળી બેની ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે.

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદીએ પોતાની સગીર દીકરી સાથે બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવી છે.જેમાં ભરૂચ જીલ્લાના એક ગામની સગીરા તેના ગામમાં ગુમ મિત્ર અલ્કેશને શોધવા નીકળી હતી અને ભરૂચ ઝાડેશ્વર નજીક તુલસીધામ પાસે આવી હતી.

તે દરમ્યાન અજાણ્યા અનિલ અને વિજય બે યુવકો મળ્યા હતા અને યુવકોએ કહ્યું કે હું અલ્કેશને ઓળખું છું ચાલ ઝૂંપડામાં જાેવા જઈએ તેમ કહી ભરૂચના મકતમપુર બોરભાઠા બેટ નર્મદા બંગ્લોઝ સોસાયટીની બાજુમાં ટેકરા ઉપર કે જ્યાં ડોર ટુ ડોર કચરો ઉઠાવતા મજૂરો ઝૂંપડા બાંધીને રહે છે.

ત્યાં ઝૂંપડું બતાવવાના બહાને નરાધમ અનિલ બાબુ ભુરીયા તથા વિજય સોહન વસુનીયા લઈ ગયા હતા અને નર્મદા બંગ્લોઝ સોસાયટીની બાજુમાં આવેલા ટેકરા ઉપર જાડી જાખડાઓની વચ્ચે એક અવાવરું જગ્યાએ ઝૂંપડું બતાવવાના બહાને લઈ જઈ ઝૂંપડામાં જ ખાટલા ઉપર ધક્કો મારી સુવડાવી

સગીરા પર તેના મિત્રની મદદથી અનિલ બાબુ ભુરીયાએ તેના મિત્ર વિજયની મદદથી સગીરા પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારીયો હતો અને નરાધમના મિત્રએ સગીરાના હાથ અને મોઢું દબાવી રાખી નરાધમ અનિલ બાબુ ભુરીયાએ બળજબરીપૂર્વક સગીરા ઉપર બળાત્કાર ગુજારીયો હોવાની કેફિયત સગીરાએ તેના પિતાને કરતા

તેણીના પિતા તાત્કાલિક નજીકના સી ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ બળાત્કાર અને પોસ્કો એકટ ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.