Western Times News

Gujarati News

યથાર્થ હોસ્પિટલનો IPO 26મી જુલાઈ, 2023ના રોજ ખુલશે

પ્રાઈસ બેન્ડ પ્રતિ ઈક્વિટી શેર રૂ. 285થી રૂ. 300 પર નક્કી કરવામાં આવી છે

બિડ/ઓફર બુધવાર, 26 જુલાઈ, 2023ના રોજ ખુલશે અને શુક્રવાર, જુલાઈ 28, 2023ના રોજ બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 25 જુલાઈ, 2023ના રોજ થશે;

બિડ ઓછામાં ઓછા 50 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

અમદાવાદ, જુલાઇ 24, 2023: યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસીસ લિમિટેડ (“કંપની”), બુધવાર, 26 જુલાઇ, 2023ના રોજ રૂ. 10ની ફેસ વેલ્યુ (“ઇક્વિટી શેર્સ”)ના ઇક્વિટી શેર્સના આઈપીઓ ખોલવાનો પ્રસ્તાવ મૂકે છે. આઈપીઓમાં રૂ. 4,900 મિલિયન (“ફ્રેશ ઈશ્યૂ”) સુધીના ઈક્વિટી શેરના નવા ઈશ્યૂનો સમાવેશ થાય છે અને વેચનાર શેરધારકો (“વેચાણ માટેની ઓફર” અને ફ્રેશ ઈશ્યૂ સાથે, “ઓફર”) દ્વારા 65,51,690 ઈક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ મંગળવાર, 25 જુલાઇ, 2023 હશે. ઓફર સબસ્ક્રિપ્શન માટે બુધવાર, 26 જુલાઈ, 2023ના રોજ ખુલશે અને શુક્રવાર, 28 જુલાઈ, 2023ના રોજ બંધ થશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. 285થી રૂ. 300 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 50 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

કંપનીએ ફ્રેશ ઈશ્યૂની ચોખ્ખી આવક દ્વારા ભંડોળ માટે એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ આ પ્રમાણે કરવાની દરખાસ્ત કરી છે – (1) કંપની દ્વારા લીધેલા ચોક્કસ ઉધારની રૂ. 1,000 મિલિયન સુધી સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી; (2) કંપનીની પેટાકંપનીઓ એકેએસ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ (“AKS”) અને રામરાજા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ (“Ramraja”) દ્વારા દ્વારા લેવામાં આવેલ અમુક ઉધારોની રૂ. 1,450 મિલિયન સુધીની સંપૂર્ણ

અથવા આંશિક ચૂકવણી/પૂર્વચૂકવણી; (3) નોઇડા હોસ્પિટલ અને ગ્રેટર નોઇડા હોસ્પિટલ નામની બે હોસ્પિટલો માટે કંપનીના મૂડી ખર્ચને રૂ. 256.44 મિલિયન સુધીનું ભંડોળ પૂરું પાડવા; (4) કંપનીની પેટાકંપનીઓ, એકેએસ અને રામરાજાના મૂડી ખર્ચ માટે સંબંધિત હોસ્પિટલ માટે રૂ. 1,069.66 મિલિયન સુધીનું ભંડોળ પૂરું પાડવા (5) રૂ. 650 મિલિયન સુધીના હસ્તાંતરણ અને અન્ય વ્યૂહાત્મક પહેલો દ્વારા ઈનઓર્ગેનિક વૃદ્ધિ પહેલને ભંડોળ પૂરું પાડવું અને (6) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ વપરાશે.

વેચાણની ઓફરમાં વિમલા ત્યાગીના 37,43,000 ઇક્વિટી શેર્સ, પ્રેમ નારાયણ ત્યાગીના 20,21,200 ઇક્વિટી શેર્સ અને નીના ત્યાગીના 787,490 ઇક્વિટી શેર્સ (“પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરધારકો”)નો સમાવેશ થાય છે.

ઈક્વિટી શેર 18 જુલાઈ, 2023ના રોજ કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”) દ્વારા ઓફર કરવામાં આવે છે, જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી અને હરિયાણામાં ફાઈલ કરવામાં આવ્યું હતું અને માન્ય સ્ટોક એક્સચેન્જો (“સ્ટોક એક્સચેન્જીસ”) એટલે કે BSE લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત કરવામાં આવે છે. ઓફરના હેતુઓ માટે, બીએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ની દ્રષ્ટિએ, સુધારેલા સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31 સાથે વાંચવામાં આવેલ (“એસસીઆરઆર”) મુજબ અને સેબી આઈસીડીઆર રેગ્યુલેશનના રેગ્યુલેશન 6(1)ના અનુપાલન સાથે આ ઓફર કરવામાં આવી રહી છે,

જ્યાં લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (“QIBs,” “QIB ભાગ”) માટે ઓફરના 50 ટકાથી વધુ પ્રમાણસરના ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ નહીં હોય, સિવાય કે કંપની અને વેચાણકર્તા શેરધારકો, બીઆરએલએમ સાથે પરામર્શ કરીને, એન્કર ઈન્વેસ્ટર્સને QIB ભાગના 60% સુધીની ફાળવણી કરી શકે જે સેબી આઈસીડીઆર નિયમનો (એન્કર ઈન્વેસ્ટર ભાગ)ના અનુસંધાનમાં વિવેકાધીન આધારે રહેશે

જેમાંથી એક તૃતીયાંશ માત્ર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે, જો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઈન્વેસ્ટર્સે સેબી આઈસીડીઆર નિયમો અનુસાર જે કિંમતે ફાળવણી કરવામાં આવે છે તે કિંમતે અથવા તેનાથી ઉપરની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. એન્કર ઈન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રિપ્શન અંડર-સબસ્ક્રિપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં, બાકીના ઇક્વિટી શેર્સ QIB પોર્શન (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય”) (“નેટ ક્યુઆઈબી પોર્શન”)માં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ સહિતના તમામ ક્યુઆઈબી (એન્કર ઈન્વેસ્ટર્સ સિવાયના)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

જે ઓફર પ્રાઈઝ પર કે તેનાથી ઊંચી કિંમતે મળેલી લાયક બિડ્સને આધીન રહેશે. જોકે મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી ભાગના 5% કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી ભાગમાં ઉમેરવામાં આવશે. વધુમાં, બિન-સંસ્થાકીય બિડરોને ફાળવણી માટે ઓફરનો લઘુત્તમ 15% હિસ્સો ઉપલબ્ધ રહેશે,

જેમાંથી (એ) બિન-સંસ્થાકીય બિડરોને ફાળવણી માટે બિન-સંસ્થાકીય ભાગનો એક તૃતીયાંશ ભાગ ઉપલબ્ધ હશે જેની એપ્લિકેશન સાઈઝ રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની હશે અને (બી) બિન-સંસ્થાકીય ભાગનો બે તૃતીયાંશ હિસ્સો બિન-સંસ્થાકીય બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ હશે જેની એપ્લિકેશન સાઈઝ રૂ. 10,00,000થી વધુ છે અને બિન-સંસ્થાકીય ભાગની આ બે પેટા-શ્રેણીઓમાંથી કોઈપણમાં અન્ડર-સબ્સ્ક્રિપ્શન હશે.

આ ઉપરાંત ઓફરના  બિન-સંસ્થાકીય બિડરોને બિન-સંસ્થાકીય ભાગની અન્ય પેટા શ્રેણીમાં ફાળવવામાં આવી શકે છે. વધુમાં, સેબી આઈસીડીઆર નિયમો અનુસાર રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઓફરના મહત્તમ 35% ઉપલબ્ધ હશે, જે ઓફરની કિંમત પર અથવા તેનાથી ઉપરની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થયાને આધીન હશે.

તમામ સંભવિત બિડર્સે (એન્કર ઈન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે ઓફરમાં ભાગ લેવો જરૂરી છે, જેના માટે બ્લોક્ડ રકમ (“ASBA”) પ્રક્રિયા દ્વારા સમર્થિત અરજી કરવાની રહેશે જેમાં તેમના સંબંધિત ASBA એકાઉન્ટ્સની વિગતો રજૂ કરવાની રહેશે જેમાં લાગુ પડતું હોય તો

યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ મિકેનીઝમની મદદથી યુપીઆઈ આઈડી આપવાનું રહેશે જેમાં સંબંધિત બિડ રકમ એસસીએસબી અથવા યુપીઆઈ મિકેનીઝમ હેઠળની સ્પોન્સર બેંકો દ્વારા બ્લોક કરવામાં આવશે જે સંબંધિત બિડની રકમ સુધીની હશે. એન્કર ઈન્વેસ્ટર્સને ASBA પ્રક્રિયા દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે, આરએચપીના પાના નંબર 384થી શરૂ થતી “ઓફર પ્રક્રિયા” જુઓ.

ઈન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ, એમ્બિટ પ્રાઈવેટ લિમિટેડ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.