Western Times News

Gujarati News

Iskon Bridge Accident: તથ્યની ગાડીની સ્પિડ 142 કિમી. હતી: FSL

અમદાવાદ, ઈસ્કોન બ્રીજ પર તથ્ય પટેલની ગાડીએ કરેલા અકસ્માતનો એફએસએલ રિપોર્ટ સોમવાર 24-03-2023 ના રોજ આવી ગયો છે. રીપોર્ટ પ્રમાણે તથ્યની લકઝરીયસ ગાડી 142 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડે જઈ રહી હતી તેમ એફએસએલના એક અધિકારીએ જણાવ્યુ હતું.

speed of Tathya Patel’s car is 142 kmph: FSL

તથ્ય પટેલના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે તથ્યને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ નહોતી કરી. જેથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે તથ્ય અને તેનો પિતા સાબરમતિ જેલમાં રહશે. તથ્યના વકીલે તેને મળવા માટે સમય માંગ્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.

Iskon Bridge: તથ્યના 3 દિવસના રિમાન્ડ: પ્રજ્ઞેશને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી ૯ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ રૂમમાં પણ જવાની જગ્યા ન હતી. કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમદાવાદના ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં બોટાદના ૩ યુવાનોનાં મોત થયા છે. બોટાદના કૃણાલ રોનક અને અક્ષર નામના ૩ યુવાનોની અંતિમવિધિ બાદ તેમના પરિવારો પર દુખોનું પહાડ તુટી પડ્યું છે. ત્યારે મૃતક અક્ષરના પરિવારજનોએ પણ સમગ્ર ઘટનાને લઇને રોષ વ્યક્ત કર્યો છે.

એમબીએ માટે ફોર્મ ભરવા અમદાવાદ ગયેલા અક્ષરને પળવારમાં હત્યારા તથ્યની કારે ફંગોળતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પરિવારે સરકાર પર રોષ ઠાલવતાં એમ પણ કહ્યું કે, સહાયથી તેમનો પુત્ર પાછો આવનાર નથી. જાે તે પાછો આવી જાય તો અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.