સુરતના હજીરા નજીક સુવાલીના દરિયાકિનારે 5 કરોડનું ચરસ પકડાયું
સુરત, ડ્રગ્સની હેરાફેરીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ સીમાડાઓ પછી હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાની પસંદગી કરાઈ હોવાનો પહેલો સંકેત રવિવારે મળ્યો હતો. સુરત નજીક હજીરા પાસે સુવાલીના દરિયા કિનારે રૂા.પાંચ કરોડ ૧૪ લાખનું ૧૦ કિલો ઉપરાંત શુદધ્ ચરસ ઝડપાયું હતું. આ ચરસનો જથ્થો દરિયા કિનારાની ઝાડીઓમાં છુપાવાયો હતો.
ચરસના પેકેટ ઉપર અફઘાનિસ્તાનથી આ ચરસ આવ્યું હોવાનો ઈશારો મળ્યો છે. આ કારણે દરિયાઈ માર્ગે આ જથ્થો અહીં કોણ અને કેવી રીતે અફઘાનિસ્તાનથી લાવ્યો તે પોલીસ માટે મોટી તપાસનો વિષય બન્યો છે.
દક્ષિણ ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવા માફિયાઓ સક્રિય થયા છે. રવિવારે સુરતના સુવાલી બીચ ઉપરથી ૧૦ કિલો ૩પ૦ ગ્રામ ચરસ મળી આવતા ચકચાર મચી હતી. અફઘાનિસ્તાનથી વાયા દરિયાઈ માર્ગે લાવવામાં આવેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પ.૧૪ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.
સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના પોલીસ ઈન્સપેકટર એ.પી.ચૌધરી અને પી.સી.બી. પોલીસ ઈન્સપેકટર રાજેશ. એસ. સુવેરાની ટીમે ચુવાલી બીચ ઉપર દરોડો પાડયો હતો તેમને બાતમી મળી હતી કે ચુવાલી બીચ ઉપર શંકાસ્પદ ચરસનું એક મોટું પોટલુ ઝાડીઓમાં છુપાવવામાં આવ્યું છે.
બાતમીને આધારે મોટો પોલીસ કાફલો ત્યાં લઈ જવાયો હતો. મેગુલ્સની ઝાડીમાંથી એક મોટું પોટલું મળ્યું હતું પીએસઆઈ તથા ડોગ સ્કવોડની ચકાસણી બાદ તેને ખોલવામાં આવતા તેમાંથી નાના નાના ૦ડ પેકેટસ મળી આવ્યા હતા આ પેકેટસમાં ૧૦ કિલો ૩પ૦ ગ્રામ ચરસ નીકળ્યું હતું.