Western Times News

Gujarati News

12 ગાર્ડનમાં 50 ટકા રાહત દરે મેડિકલ ટેસ્ટની સુવિધા

દર શનિવારે છથી સાડા આઠ વાગ્યા સુધી SVP HOSPITAL આ સુવિધા લોકોને અપાશે

સામાન્ય લોકો મોઘવારીનો અસહ્ય જાળમાં મોઘાદાટ ભાવે ટેસ્ટ કરાવીને પણ કેટલાંક લેભાગુ તત્વો દ્વારા છેતરાઈ રહયા છે.

(એજન્સી)અમદાવાદ,  મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ એટલે કે એસવીપી હોસ્પિટલ ખાતે અધતન લેબોરેટરી તથા આધુનીક સાધનો વસાવવામાં આવ્યાં છે.

આ લેબોરેટરીમાં પુર્ણ કક્ષાએ ઉપયોગ થાય અને જાહેર જનતાને તેનો લાભ મળે તે હેતુથી ગત તા.૮ જુલાઈના રોજથી દર શનીવારે પ૦ ટકા ડિસ્કાઉન્ટથી મેડીકલ ટેસ્ટ કરવામાં આવી રહયા છે. હવે લોકોની સુવિધા માટે તા.ર૯ જુલાઈથી છેક તા.૩૧ માર્ચ ર૦ર૪ સુધી શહેરનાં કાંકરીયા લેકફ્રન્ટ પ્રહલાદનગર,

ગાર્ડન સહીતના કુલ ૧ર ગાર્ડન ખાતે પ૦ ટકા રાહત દરે મેડીકલ ટેસ્ટ કરવામાં આવશે.એસવીપી હોસ્પિટલ ખાતે દરેક શનીવારે સવારના આઠથી બપોરના એક વાગ્યા સુધી ઓપીડી ખાતે લેબોરેટરી ટેસ્ટ માટે આવતાં લોકોને નિયત દર કરતાં પ૦ ટકા ડિસ્કાઉન્ટથી તમામ લેબોરેટરી ટેસ્ટ કરીશ આપવામાં આવે છે.

ઉદાહરણ તરીકે ટોટલ બ્લડ કાઉન્ટ ટેસ્ટ સીબીીસી નો ડિસ્કાઉન્ટ ભાવ રૂા.૭પ, ડાયાબીટીસ, હાઈપર ટેન્શન પ્રોફાઈલનારૂા.૮૦૦ કિડની ફંકશન ટેસ્ટ આરએફટી રૂા.૩રપ લિપીડ પ્રોફાઈલના રૂ.રરપ, લિવર ફંકશન ટેસ્ટ એલએઅફટી ના રૂા.રપ૦, થાઈરોઈડ પ્રોફાઈલ ટી-૩,-૪, ટીએસએચના રૂા.૧૭પ વિટામીન પ્રોફાઈલ (બી-૧ર બી-૩) ના રૂ.૭પ૦ કેન્સર સ્ક્રીનીગ ટેસ્ટ-પુરુષ સીબીસી પ્રોસ્ટેટ ના રૂા.૭પ૦ બેઝીક બોડી ચેકઅપ રૂા.પ૭પ

અને કાર્ડીયાક પ્રોફાઈલના રૂા.૮૦૦ લેવાઈ રહયા છે.હવે મ્યુનિસીપલ તંત્ર દ્વારા આ પ્રકારની સુવિધા શહેરના ૧ર ગાર્ડન ખાતે સવારના છથી સાડા આઠ વાગ્યા સુધી આપવામાં આવશે. આ ૧ર ગાર્ડનમાં કાંકરીયા, લેકફ્રન્ટના ગેટ નં.પ પાસે પ્રહલાદનગર ગાર્ડન ખાતે તેમજ પશ્ચિમ ઝોનમાં નારણપુરાનાં અંકુર ચાર રસ્તા પાસેના મર્હષિ અરવીંદ ઘોષ ગાર્ડન

સાબરમતીના મોટેરા રોડના મૈત્રી સર્કલની બાજુના મોટેરશા લેક ગાર્ડન, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સાયન્સ સીટીની સીમ્સ હોસ્પિટલ રોડના સરદાર પટેલ ગાર્ડન ગોતાના આઈસીબી ફલોરા સામેનો ગાર્ડન દક્ષીણ-પશ્ચિમ ઝોનમાં સાઉથ બોપલના સીટી સિવીક સેન્ટરની બકાજુનો ઔડા ગાર્ડન દક્ષીણ ઝોનમાં મણીનગરના આવકાર હોલ પાસેનો કેનાલ ગાર્ડન

પૂર્વ ઝોનમાં નિકોલના ન્યુ ઈન્ડીયા કોલોનીના રાજહંસ સીનેમા રોડ પરનો શહીદ વીર ઋષિકેશ રામાણી ગાર્ડન અને વસ્ત્રાલના રીંગ રોડ નજીક અબજીબાપા ફલેટની બાજુમાં આવેલો રતનપુરા લેક ગાર્ડન, મધ્ય ઝોનમાં શાહીબાગના નમસ્કાર સર્કલની સામેની હાજીપુરા ગાર્ડન અને ઉત્તર ઝોનમાં નરોડાના માધવ ઉધાન રોડ પરના પાયલનગર ગાર્ડનનો સમાવેશ થાય છે.

આ તમામ ગાર્ડન ખાતે લોકો દ્વારા કરવામાં આવનાર લેબોરેટરી ટેસ્ટનો રીપોર્ટ એસવીપી હોસ્પિટલની વેબસાઈટ પરથી પેશન્ટ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના સાત ઝોન પૈકી પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષીણ-ઝોન અને મધ્ય ઝોન, પુર્વ ઝોનમાં બે બે ગાર્ડન અને મધ્ય ઝોન તેમજ ઉત્તર-ઝોનમાં એક એક ગાર્ડનને દર શનીવારના રાહત દરના મેડીકલ ટેસ્ટ માટે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પસંદ કરાયા છે.

ખાનગી લેબોરેટરીમાં ઉચા દરે વિવિધ પ્રકારના મેડીકલ ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેમાં અનેક વધુ ગોટાળા થયા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. પરિણામે સામાન્ય લોકો મોઘવારીનો અસહ્ય જાળમાં મોઘાદાટ ભાવે ટેસ્ટ કરાવીને પણ કેટલાંક લેભાગુ તત્વો દ્વારા છેતરાયા રહયા છે.

જાેકે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ જે પ્રકારે લોકોને તેમના ઘરઆંગણે એસવીપી હોસ્પિટલની પ૦ ટકા રાહત દરે લેબોરેટરીની તમામ સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે તેને ભારે આવકાર મળશે તેવી ચર્ચા ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.