Western Times News

Gujarati News

મુંબઈના ડ્રગ માફિયા પાસેથી અમદાવાદની મહિલા ડ્રગ્સ લાવતાં ઝડપાઈ

SOGએ મહિલા પાસેથી ૧૦.૩૯ લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું-મુંબઈથી ડ્રગ્સ લાવીને જુહાપુરાના પેડલર્સને આપવાનું હતુંઃ તાજેતરમાં પણ એસઓજીએ ૬.૯૬ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું

(એજન્સી)અમદાવાદ, ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એઅજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ડ્રગ્સ માફીયાઓએઅઅ પોતાનેું નેટવર્ક અમદાવાદ સહીત ગુજરાતમાં એવી રીતે ઘુસાડી દીધું છે. કે જેનો હિસ્સો એજયુકટેડ લોકો પણ બની ગયા છે.

યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડુબી ગયાય છે. કે હવે ડ્રગ્સ માફીયાઓને ફાવતું મળી ગયું છે.શહેરમાં એમડી ડ્રગ્સ મહાસંકટ બની ફેલાઈ રહયું છે. જેને રોકવા માટે પોલીસ એલર્ટ છે. ચોકાવનારી વાત એ છે કે ચણા મમરાની જેમ એમડી ડ્રગ્સનું વેચાણ અમદાવાદમાં થઈ રહયું છે.

આવનારા સમય માટે ખતરની ઘંટડી સાબીત થશે. મોડી રાત્રે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે સારંગપુર વિસ્તારમાં આવેલા ઘંટાકર્ણ માર્કેટ પાસેથી એક મહીલાને ૧૦.૩૯ લાખનાં એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. સ્પેશીયયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે વેજલપુર વિસ્તારમાં આવેલા યશ કોમ્પ્લેક્ષમાં રહેતી શમીમબાનુ ઉર્ફે શમ્મો તનવીર શેખ મુંબઈથીી એમડી ડ્ર્‌ગ્સનો જથ્થો લઈને કાલુપુર રેલવે સ્ટેશન પર આવી છે અને હવે તે પોતાના ઘરે જશે.

બાતમીના આધારે એસઓઅજીની ટીમે વોચ ગોઠવી દીધીી હતી. અને શમીમબાનુની અટકાયત કરીને તેની અંગ જડતી લીધી હતી. શમીમબાનુ પાસેથી એક સફેદ પાઉડર મળી આવ્યો હતો. જેને લઈને એસઓજીને ટીમે એફએસએલની મદદ લીધી હતી.

એફએસએલે એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપતાં એસઓઅજીએ શમીમબાનુની ધરપકડ કરી લીધી હતી. એસઓજીએ શમીમબાનુની આગવી સ્ટાઈલથી પુછપરછ કરતાં તેણે જણાવ્યું છે કે તે સિલાઈ કામ કરે છે. અને એમડી ડ્રગ્સની ખેપ પણ મારશે છે.

મુંબઈના શાબીર નામના ડ્રગ્સ માફીયા પાસેથી એમડી ડ્રગ્સના જથ્થો લાવી હતી અને જુહાપુરાના શાહીસ્તાન ફલેટમાં રહેતા શાહબાઝખાન ઉર્ફે શેબુ પઠાણે ડ્રગ્સ મંગાવ્યું હતું. એસઓજીએ શમીમબાનુની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરાવ્યયો છે. શમીમબાનુએ દુપટ્ટામાં ગાંઠ મારીને એમડી ડ્રગ્સ સંતાડી દીધું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.